________________
૨૪૬ મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ નહિ. તેણે સ્વાદલુપ કે રસલુપ ન થતાં, જીભને નિગ્રહમાં રાખવી તથા આસક્તિરહિત થવું. [૧૬-૭]
- સાધુએ અર્ચન, સેવા, વંદન, પૂજન, ઋદ્ધિ, સકાર, અને સન્માનની મનથી પણ ઈચ્છા ન કરવી. તેણે શુકલધ્યાનમાં લીન રહેવું, પાપકર્મરહિત થવું, અકિંચન થવું અને શરીરની મમતા છોડી ભરણુકાળ સુધી વિચરવું. [૧૮-૯].
મરણકાળ નજીક આવ્યું તે પ્રભુ, આહાર છેડી દે. એ રીતે મનુષ્ય શરીરને ત્યાગ કરીને દુઃખથી મુક્ત થવાય છે. નિર્મમ, નિરહંકાર, વીતરાગ, હિંસાદિ દોષરહિત, અને કેવલજ્ઞાન પામેલ તે યતિ અમર બની પરિનિર્વાણું પામે છે, એમ હું કહું છું. [૨૦-૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org