________________
૩૬ઃ જીવઅજીવ તત્વ
ર૪૯ તિયચના બે પ્રકાર છે. ગર્ભજ અને સંમૂછિમ. તે બંનેના પાછા ત્રણ ત્રણ ભેદ છે : જલચર સ્થલચર અને ખેચર. તેમાંથી સ્થલચરના બે ભેદ છે: ચેપગે અને પરિસર્પ. પરિસર્પને પાછા બે વિભાગ છેઃ હાથ ઉપર ચાલનારા ઘો વગેરે ભુજપરિસર્પ અને પેટ ઉપર ચાલનારા સાપ વગેરે ઉર પરિસર્ષ. તે દરેકના અનેક પ્રકાર હોય છે. [૧૭૦-૧,૧૭૮,૧૮૦]
મનુષ્યના બે પ્રકાર છે: ગર્ભજ અને સંમૂછિમ. તેમાંથી ગર્ભજ મનુષ્યો ત્રણ પ્રકારના છે ? કર્મભૂમિના, અકર્મભૂમિના અને અંતરદ્વીપના.૩ સંમૃમિ મનુષ્યોના પણ તે જ ભેદ છે. [૧૯૬-૯]
દેવોના ચાર પ્રકાર છે. ભવનવાસી, વ્યંતર, તિષ્ક અને વૈમાનિક. તેમાંથી વૈમાનિકના પાછા બે પ્રકાર છે? કપાસી અને કલ્પાતીત. કલ્પાતીતના પણ બે પ્રકાર છે: રૈવેયક અને અનુત્તર. [ર૦૫,૨૧૦,૨૧૩]
(૨) સ્થાવર જીના ત્રણ ભેદ છેઃ પૃથ્વીકાય, જળકાય અને વનસ્પતિકાય. તેમાંથી વનસ્પતિકાયના બે
૧. પ્રકરણ અનુસાર પાંચ ઇદ્રિાવાળા તિર્યંચ જ સમજવા ૨. જુઓ. પા. ૨૪૧, નોંધ ૨.
૩. તે ત્રણેની માહિતી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણું નં. ૨, પા. ૨૬૦.
૪. વિગત માટે જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૩, ૫ ૨૬.
૫. તે દરેકના સ્કૂલ અને સૂક્ષ્મ એવા બે ભેદ પાડવામાં આવે છે. જુઓ પા. ૨૪૮, ન. ૨. આ ચારના પેટાવિભાગે માટે જુઓ ટિ. નં. ૪, પા. ૨૬૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org