________________
૨૨૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ ક્ષય પામી જાય છે, અને તે બધું જાણનાર તથા જેનારે બને છે. મેહરહિત, અંતરાયરહિત, આસવરહિત (નિષ્પા૫), ધ્યાન અને સમાધિયુક્ત તથા વિશુદ્ધ બને તે પુરુષ આયુષ્યનો ક્ષય થતાં મોક્ષ પામે છે. સંસારી મનુષ્યને બાધા કરતાં સર્વ દુબેમાંથી તે મુક્ત થાય છે. લાંબા કાળના રોગમાંથી છૂટેલ અને સર્વનો સ્તુતિપાત્ર બનેલો તે આત્મા અત્યંત સુખી તથા કૃતાર્થ થાય છે. [૧૦૮-૧૦]
અનાદિ કાળથી ઉત્પન્ન થયેલા સર્વ દુઃખમાંથી છૂટવાને આ માર્ગ જ્ઞાની પુરુષોએ ઉપદે છે. તેને અનુસરનારાં પ્રાણુઓ યથાકાળે અત્યંત સુખનાં ભાગી થશે, એમ હું કહું છું. [૧૧૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org