________________
૨૨૨ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ વિષયમાં આસક્તિવાળે જીવ પિતાના સુખ ખાતર બીજ જીવોને પીડા કરવી પડે કે તેમનો નાશ કરવો પડે તો પણ પાછું નહિ જુએ. વળી તે પોતાને ગમતા વિષયનો પરિગ્રહ – સંગ્રહ કરવા તત્પર થશે. તેમાં પ્રથમ તો તે વિષયે મેળવવામાં દુઃખી થવાનો, મળ્યા બાદ તેમનું રક્ષણ કરવામાં દુઃખી થવાનો; પછી તેમનો ઉપયોગ કરતાં દુઃખી થવાને; અને અંતે તેમનો વ્યય અને વિયોગ થતાં દુ:ખી થવાને. દુઃખની વાત તો એ છે કે, એ વિષયના . સંભોગકાળમાં પણ તેને અતૃપ્તિ જ રહે છે. એ અતૃપ્તિ પાછી તેને વધુ ને વધુ વિષયને પરિગ્રહ કરવા પ્રેરે છે. આમ તે હંમેશ અસંતુષ્ટ જ રહે છે. એ અસંતોષને પરિણામે, લોભથી કલુષિત થયેલા ચિત્તવાળે તે જીવ, પછી બીજાના વિષયો ચારી લેવા તત્પર થાય છે. હંમેશાં અતૃપ્ત રહેતા, તૃષ્ણાથી અભિભૂત થયેલા, અને બીજાના વિષયો ચોરવામાં તત્પર થયેલા તે મનુષ્યને પછી છળ અને જૂઠનો આશ્રય લેવો પડે છે. તેમ છતાં તેનાં દુઃખ તો વધતાં જ જાય છે. કારણ કે, જૂઠ, ચોરી વગેરે દરેક પાપકર્મમાં તેને પહેલાં, પછી, તેમજ કરતી વેળાએ દુ:ખ જ રહે છે, અને અંતે પણ તેનું પરિણામ ભાડું જ આવે છે. આમ તે મનુષ્ય હંમેશાં અસહાય અવસ્થામાં દુઃખ ભોગવ્યાં કરે છે. [૨૭-૩૨] - તે ઉપરાંત, કામગુણામાં આસક્ત મનુષ્ય ક્રોધ, માન, માયા, લોભ, જુગુપ્સા, અરતિ, રતિ, હાય, ભય, શોક, સ્ત્રીની ઇચ્છા, પુરુષની ઇચ્છા કે બંનેની ઈચ્છા વગેરે વિવિધ ભાવે યુક્ત બને છે. અને પરિણામે પરિતાપ, દુર્ગતિ
તેનાં :ખ
તેને પહેલાં, કરણ કે, ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org