________________
૨૨૦ મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ સ્થિત થયેલા અને મોક્ષની જ ઈચ્છા રાખનારા સાધુને યુવાન અને મનોહર સ્ત્રી જેવી દુસ્તર વસ્તુ બીજી કેઈ નથી. - જેઓ સ્ત્રીની કામના છેડી શક્યા છે, તેઓને બધી કામનાઓ છોડવી સહેલી છે. મહાસાગર તરી જનારાને ગંગા જેવી મોટી નદીનો પણ શે હિસાબ ! દેવો સહિત સમગ્ર લોકના દુઃખનું મૂળ કામગોની કામના છે. જે માણસ તે બાબતમાં વીતરાગ થઈ શકે છે, તે શારીરિક કે માનસિક તમામ દુઃખોમાંથી છૂટી શકે છે. શરૂઆતમાં મનોહર લાગતા કામભેગે અંતે તો રસ અને વર્ણમાં મનહર લાગતાં કિપાકફલોની જેમ તે માણસને નાશ જ કરે છે. માટે સમાધિની ઈચ્છાવાળા તપસ્વી ભિક્ષુએ ઈનેિ પ્રિય લાગતા કે અપ્રિય લાગતા વિષયમાં રાગદ્વેષ ન કરવા. [૧૩-૨૧]
૩. ઈકિયોને સ્વભાવ છે કે, સામે આવેલા વિષયને ગ્રહણ કરવો; અને વિષયોને સ્વભાવ છે કે, િવડે ગ્રાહ્ય થવું. તેમાં પોતાને રાગદ્વેષ ઉમેરી જીવ પ્રિય–અપ્રિયનો ભેદ ઊભો કરે છે અને દુઃખી થાય છે. જુદા જુદા વિષયોમાં તીવ્ર આસક્તિ રાખનારાં પ્રાણીઓ કેવો અકાલ વિનાશ પામે છે, તે જુએ. દીવાના રૂપમાં ખેંચાઈ, પતંગિયું સળગી મરે છે; પારધીને મધુર સંગીતમાં લેભાઈ, હરણ વીંધાઈ જાય છે; જડીબુટ્ટીના પ્રિય ગંધમાં લેભાઈ સાપ દરમાંથી બહાર નીકળતાં પકડાઈ જાય છે; માછલું આંકડા
૧. મૂળ : “બાલમનહર”. “બાલ એટલે અવિવેકી-ભૂખનું મન હરનારી.’-ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org