________________
૨૩૦ મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ અને ગોત્રની ઓછામાં ઓછી સ્થિતિ આઠ મુહૂર્તની છે; બીજાં બધાંની અંતર્મુહૂર્તની છે.
એ આઠે કર્મોને પરમાણુઓનું પરિમાણ અનંત છેઃ કદી મુક્ત નથી થવાના એવા જીવોની સંખ્યાથી વધારે; પરંતુ મુક્ત થયેલા જીવોની સંખ્યાની અંદર. [૧૭] | સર્વ જીવો* પિતાની આજુબાજુ યે દિશામાં રહેલા કર્મપરમાણુઓને ગ્રહણ કરે છે અને પોતાના સર્વ પ્રદેશની
૧. નવ સમયથી માંડી બે ઘડીથી કાંઈક ઓછો – એટલામાંથી કઈ પણ કાળ અંતમુહૂર્ત કહેવાય. સમય એ કાળને સૂફમમાં સૂમ અંશ છે. આંખ મીંચતાં, ટચાકા ફોડતાં, જેનું વસ્ત્ર ફાડતાં, કે કઈ જુવાન પુરુષ ભાલાથી કમળપત્ર વધે તેટલામાં તો અસંખ્ય સમય વ્યતીત થઈ જાય. તેવા અસંખ્ય સમયે= આવલિકા; અને ૧૬,૭૧૭,૨૧૬ આવલિકા = મુહુર્ત =૪૮ મિનિટ. “તત્ત્વાર્થ ૮-૧૯માં વેદનીની ઓછામાં ઓછી સ્થિતિ ૧૨ મુહૂર્તની કહી છે.
૨. આઠે પ્રકારનાં કર્મોના તમામ પરમાણુની ગણતરી અહી વિવક્ષિત નથી; પરંતુ એક જીવ એક સમયમાં આઠે પ્રકારના કર્મમાંથી જેટલાં બાંધે, તેની અહીં ગણતરી છે--ટીકા.
૩. મૂળમાં “ગ્રંથિત સત્ત્વ” એવો શબ્દ છે. તેનો અર્થ બદ– મુક્ત નહિ તેવો–એવો થાય; પરંતુ બધી ટીકાઓ તેનો અર્થ અભવ્ય – કદી મોક્ષ ન પામનાર એ લે છે.
૪. ટીકાકાર એમ કહેવા માગે છે કે, એકેદ્રિય જી નિચમથી એ દિશાનાં કર્માણ નથી ગ્રહણ કરતા; પરંતુ કદાચિત ત્રણ ચાર, પાંચ કે છ દિશામાં પણ ગ્રહણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org