________________
૩૦: તપમાગ
૨૦૩ પ. પરિણામે સુખકર પરંતુ શરૂઆતમાં કરવાં મુશ્કેલ એવાં વીરાસન વગેરે આસનો ધારણ કરવાં, તે કાયક્લેશ નામનું તપ કહેવાય છે. [૨૭] .
૬. નિર્જન તેમજ જ્યાં કાઈનો અવરજવર ન હોય, તેવાં, તેમજ સ્ત્રી અને પશુ વિનાનાં સ્થળાએ શયન, આસન, મુકામ વગેરે કરવાં, તે વિવિક્તશય્યાસન નામનું તપ કહેવાય. [૨૮]
આ બહિરંગ તપના છ પ્રકાર થયા. આત્યંતર તપના પણ છ પ્રકાર આ પ્રમાણે છે :
૧. પ્રાયશ્ચિત્ત, ૨. વિનય, ૩. વૈયાવૃત્ય (શુભૂષા), ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન, અને ૬. ઉસર્ગ ( અહેવ-મમત્વને ત્યાગ). [૨૯-૩૦]
૧. પ્રાયાશ્ચત્તના આલોચના વગેરે દશ પ્રકાર છે. [૩૧]
૨. ગુરુને આવતા દેખી ઊભા થઈ જવું, હાથ જોડવા, આસન આપવું, તેમના પ્રત્યે ભક્તિભાવ રાખો અને, તેમની શુશ્રષા કરવી, એ વિનય કહેવાય. [૩૨]
૩. આચાર્યાદિને યથાશક્તિ ખાનપાન વગેરે સાધનો પૂરાં પાડીને કે પિતાની જાતને તેમના કામમાં લાવીને તેમની સેવા–શુશ્રુષા કરવી, તે વૈયાવૃજ્ય. [૩૩]
૧. હિંદુ યુગ ગ્રંથોના આસનથી આ જૈન આસન જુદા પ્રકારનું લાગે છે. ટીકામાં જણાવ્યું છે કે, સિંહાસન વિના, સિંહાસન ઉપર બેઠા હોઈએ એ રીતે બેસવું તે વીરાસન.
૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૩, પા. ૨૦૬.
૩. મૂળમાં “આચાર્યાદિ દશને” એમ છે. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૪, પા. ૨૦૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org