________________
૩૧: ચારિત્રવિધિ
૨૧૧ ભિક્ષુની પ્રતિમાઓ બાર છે. [૧૧]
૧૩-૫. ક્રિયાસ્થાનો ૧૩ છે; પ્રાણુઓના વર્ગો ૧૪ છે; અને પરમ–અધાર્મિક દેવો પંદર છે. [૧૨].
૧૬-૭. સૂત્રકૃતાંગ ગ્રંથ(ના પહેલા ખંડ)નાં અધ્યયને ૧૬ છે; અને અસંયમના પ્રકાર ૧૭ છે. [૧૩]
૧૮-૨૦. બ્રહ્મચર્ય અઢાર પ્રકારનું છે; જ્ઞાતાધર્મ
૧. ભિક્ષુની પ્રતિમાઓ માટે જુઓ આ માળાનું “સંયમ ધર્મ પુસ્તક, પા. ૨૦૦–૧. તેમાં મુખ્યત્વે અમુક પ્રમાણમાં આહાર લેવો, અમુક પ્રકારે રહેવું-બેસવું–સૂવું, વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
૨. હિંસા, અસત્ય, ચોરી, માન, માયા, લોભ વગેરે કર્મબંધનનાં ૧૩ સ્થાનો ક્રિયાસ્થાને કહેવાય છે. જુઓ આ માળાનું “સંયમધર્મ” પુસ્તક, પા. ૧૭૪-૮૧.
૩. પૃથ્વી, પાણી વગેરે એકેંદ્રિય જીના સૂક્ષમ અને બાદર એવા બે વર્ગો; બે ઇંદ્રિયવાળા; ત્રણ ઇંદ્રિયવાળા; ચાર ઇંદ્રિયવાળા; અને પાંચ ઈદ્રિયવાળા દેવ મનુષ્ય વગેરેના સંજ્ઞી અને અસંજ્ઞી એવા બે ભેદે - મળી કુલ સાત વર્ગો થાય. તે દંરેકના પર્યાપ્ત અને અપર્યાય એવા બે ભેદે ગણતાં કુલ ૧૪ થાય. વિશેષ સમજૂતી માટે જુઓ અધ્ય. ૩૬ : પા. ૨૪૮, ન. ૩. પદાર્થના સ્વભાવનો પૂર્વાપર વિચાર અથવા અનુસંધાન કરી શકે તેવી માનસશક્તિ વાળા “સંજ્ઞી” કહેવાય.
૪. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૧, પા. ૨૧૩. ૫. આ માળામાં પ્રસિદ્ધ થયેલું “સંચમધર્મ” પુસ્તક.
૬. સંયમથી ઊલટે તે અસંયમ. ૧૭ પ્રકારનો સંયમ આ પ્રમાણે : પાંચ મહાવ્રતોનું પાલન; પાંચ ઈદ્રિયોનો જય; ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર કષાયોનો જય; અને મન-વાણીકાયાની અસત પ્રવૃત્તિરૂપ ત્રણ ડેમાંથી નિવૃત્તિ.
૭. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૨, પા. ૨૧૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org