________________
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ બદલવું વગેરે ચેષ્ટાઓ કરવાની છૂટ હોય, તે સવિચાર; અને જેમાં તેવી છૂટ ન હોય, તે અવિચાર. તે બેને અનુક્રમે, સપરિકર્મ અને અપરિકમ પણ કહે છે.
તે બંને પ્રકારનાં મરણે ગામમાં સ્વીકાર્યા હોય કે ગામ બહાર સ્વીકાર્યો હોય, તો પણ તે બંનેમાં આહારત્યાગ તો સમાન જ છે. [૧૨-૩]
૨. ભૂખ કરતાં ઓછું ખાવારૂપી ઊનોદરિકા તપ પાંચ પ્રકારનું છે. . દ્રવ્યની અપેક્ષાએ. મા. ક્ષેત્રની અપેક્ષાએ. ૬. કાલની અપેક્ષાએ. હું. ભાવની અપેક્ષાએ. અને ૩. પર્યાયની અપેક્ષાએ. [૧૪]
છે. જેનો જેટલો આહાર છે, તેથી ઓછામાં ઓછો એક કોળિયો પણ ઓછો કરે, તો તે દ્રવ્યની અપેક્ષાએ ઊદરિકા તપ થયું કહેવાય.
મા. ગામ, નગર, શેરી, ઘર વગેરે સ્થળોએ અમુક નિયત પ્રમાણ ક્ષેત્રમાં જ ભિક્ષા માટે ફરવું, એ ક્ષેત્રને
૧. “વિચાર” એટલે વિચરણ-હાલવું ચાલવું તે; પરિકમ એટલે હાલવું ચાલવું વગેરે શારીરિક ચેષ્ટાઓ. સવિચારના ભક્તપ્રત્યાખ્યાન અને ઇંગિની (ઇત્વરિત) મરણ એવા બે વિભાગ છે. અવિચારને પાદપોપગમન પણ કહે છે. તે બધાની સમજ માટે જુઓ પા. ૨૫, ને. ૨.
૨. મૂળમાં નિહરી અને અનિહરી શબ્દ છે. અંતક્રિયા કરવા શબને અન્ય સ્થળે લઈ જવું પડે એવે સ્થાને મરવું તે નિહરી; અને અંત્યક્રિયા થઈ શકે તે સ્થળે જ (બહાર) મરવું તે અનિહરી.
૩. પુરુષને ૩૨ કેળિયા અને સ્ત્રીનો ૨૮. ૪. વિગતો માટે જુઓ પ્રકરણને અંતે ટિ. ન. ૨, પા. ૨૦૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org