________________
૬૦ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ ન હતો, તો તેને નિરાંતે જવા દીધો. આવો વિચાર આવતાં તથા પૂર્વ સંસ્કારો જાગૃત થવાથી તેણે મુનિ પાસે ધર્મ સાંભળી દીક્ષા લીધી અને પોતાના દેશો દૂર કરવા ઉત્કટ તપ કરવા માંડયું. એક વખત તે ફરતો ફરતો વારાણસી નગરી પાસે તિંદુવનમાં આવી પહોંચ્યો, અને એક હિંદુવૃક્ષ નીચે યક્ષના સ્થાનકે તેણે ઉતારે કો. તે યક્ષ તેના તપથી પ્રસન્ન થઈ, તેની તહેનાતમાં રહેવા લાગ્યા.
એક વખત વારાણસીના રાજા કૌશલિકની પુત્રી ભદ્રા તે ચક્ષની પ્રતિમાનું પૂજન કરવા આવી. પૂજા કરતી વખતે ત્યાં બેઠેલા ગંદા અને કદરૂપા હરિકેશ બલને જોઈને તેને સૂગ આવી. આથી ચિડાઈ પેલે ચક્ષ તેના શરીરમાં ભરાયો એટલે તે કુંવરી ગાંડા જેવી થઈ ગઈ. રાજાએ અનેક ઉપચાર કર્યા છતાં તે સાજી ન થઈ. છેવટે યક્ષ તે કુંવરીને મેએ જ બાલ્યા કે, મારા સ્થાનમાં બેઠેલા મુનિ પ્રત્યે આ કુંવરીએ સૂગ બતાવી છે, માટે હવે જે તે કુંવરીને તે ગંદા મુનિને પરણાવવામાં આવે, તે જ હું તેના શરીરમાંથી નીકળું. રાજાએ નિરુપાય થઈ, તેમ કરવાનું કબૂલ કર્યું એટલે કુંવરી સાજી થઈ ગઈ. પછી રાજાએ તેને શણગારી, પિલા મુનિ પાસે મોકલી દીધી. પરંતુ મુનિએ તેનો સ્વીકાર ન કર્યો. હવે, રાજાએ તો વચનથી પિતાની પુત્રીને તે મુનિને જ આપી દીધી હોવાથી, બીજું કઈ તેની સાથે લગ્ન કરે તેમ રહ્યું નહિ. છેવટે, રાજાના પુરોહિત સુખદેવે તેની સાથે લગ્ન કરવાનું કબૂલ કર્યું.
ચાંડાળકુળમાં ઉત્પન્ન થયેલે, પરંતુ ઉત્તમ ગુણવાળા હરિકેશ બલ નામને એક જિતેન્દ્રિય ભિક્ષુ હતો. તે ભિક્ષુ હરવાફરવામાં, ભિક્ષા માગવામાં, બોલવામાં, મળમૂત્ર ત્યાગવામાં (તથા વસ્તુઓની લે–મૂક કરવામાં જીવજંતુને નાશ ન થાય તેની) કાળજીવાળો હત; સંયમી હતો; સુસમાહિત હતો; જિતેન્દ્રિય હતા; તથા મન, વાણી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org