________________
૨૮: મેક્ષગતિને માગ
૧૧૯ ટિ૫ણ ન. ૨. દ્રવ્ય, ગુણ અને પર્યાયની વિશેષ સમજ આ પ્રમાણે છે : દરેક દ્રવ્ય પોતાના પરિણામી સ્વભાવને કારણે સમયે સમયે નિમિત્ત પ્રમાણે ભિન્ન ભિન્ન રૂપમાં પરિણત થાય છે, અર્થાત્ વિવિધ પરિણામો પ્રાપ્ત કરે છે. દ્રવ્યમાં પરિણામ ઉત્પન્ન કરવાની જે શક્તિ છે, તે જ તેના ગુણ છે. અને ગુગજન્ય જે પરિણામ, તે જ પર્યાય કહેવાય છે. એક દ્રવ્યમાં શક્તિરૂપે અનંત ગુણ છે; તે વસ્તુતઃ આશ્રયભૂત દ્રવ્યથી અથવા પરસ્પર અવિભાજ્ય છે. જો કે પર્યાય પણ દ્રવ્યને જ આશ્રિત છે, છતાં તે ઉત્પત્તિ-વિનાશવાળા હોવાથી દ્રવ્યમાં સદા રહેતા નથી; પરંતુ ગુણ તો નિત્ય હોવાથી સદાય દ્રવ્યને આશ્રિત છે કેઈ દ્રવ્ય અથવા કોઈ ગુણ એવો નથી કે, જે સર્વથા અવિકૃત રહી શકે. પરંતુ વિકૃત અથવા અન્ય અવસ્થાઓ પ્રાપ્ત કરતાં છતાં, કેઈ દ્રવ્ય અાવા કેઈ ગુગુ પિતાની મૂળ જાતિનો – સ્વભાવનો ત્યાગ કરતા નથી. એ જ જૈન માન્યતા પ્રમાણે તેમનું પરિણામી નિત્યસ્વ' છે. જેમ કે, આમાં મનુષ્યરૂપે હોય અથવા પશુપક્ષી રૂપે હોય, પરંતુ એ બધી અવસ્થામાં તેનું આત્મત્વ કાયમ રહે છે. તેમજ જ્ઞાન ઘટીવિષચક હોય કે પટવિષયક હોય, પણ એ બધા પર્યાયોમાં ચેતનાગુણ કાયમ રહે છે.
ટિ૫ણ ન. ૩. આકાશની પેઠે ધર્મ અને અધમ અમૂર્ત હોવાથી ઇદ્રિયગમ્ય નથી. આગમપ્રમાણથી તેમનું અસ્તિત્વ મનાય છે. તેને પોષક યુક્તિ પણ આ પ્રમાણે છે : માછલી ગતિ કરે છે, ત્યારે તે ગતિનું મૂળ કારણ તે માછલી પોતે જ છે; પરંતુ જે પાણી ન હોય, તો તે ગતિ કરી શકે નહીં. એટલે તે ગતિમાં નિમિત્ત – સહકારી કારણ – પાણું છે. તે પ્રમાણે જીવ–અજીવ દ્રવ્યોની ગતિમાં સહાયક એવું તત્ત્વ સ્વીકારવું જોઈએ, તે તત્ત્વ તે ધર્મ. તે પ્રમાણે સ્થિતિમાં નિમિત્ત થનારું -તત્વ તે અધર્મ. આકાશ દ્રવ્યથી એ કામ સિદ્ધ થઈ શકે નહીં. કારણ કે, આકાશ તો અનંત અને અખંડ હોવાથી જડ-ચેતન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org