________________
૨૮: મેક્ષગતિને માગ ૧૧૭ (૧) “ઇરિક એટલે થોડા વખત માટે કે યાવત્રુથિક એટલે આખી જિંદગી માટે જે પહેલવહેલી મુનિદીક્ષા લેવામાં આવે છે, તે ૧ – સામાયિક. | (૨) “ પ્રથમ દીક્ષા લીધા બાદ વિશિષ્ટ પ્રુતનો અભ્યાસ કરી વિશેષ શુદ્ધિ ખાતર જે જીવનપર્યંતની ફરી. દીક્ષા લેવામાં આવે છે તે, તેમજ પ્રથમ લીધેલ દીક્ષામાં દોષાપત્તિ આવવાથી તેને છેદ કરી, ફરી નવેસર દીક્ષાનું જે આરે પણ કરવામાં આવે છે, તે” – એદોપસ્થાપન ચારિત્ર. . (૩) * અમુક ખાસ તપ કરવા માટે ગચ્છનો પરિહાર
- ત્યાગ – કરી, વિશુદ્ધિ પ્રાપ્ત કરવા રૂપ ”૩ – પરિહારવિશુદ્ધિ ચારિત્ર.
(૪) “જેમાં કોધ આદિ કષાય તો ઉદયભાન ન હોય; ફક્ત લોભનો અંશ અતિ સૂક્ષ્મપણે હેય. તે– સૂક્ષ્મસંપરાય ચારિત્ર.
૧. આ તથા પછીની ચાર – એમ પાંચેય વ્યાખ્યાઓમાં અવતરણમાં મૂકેલો ભાગ અન્ય ગ્રંથમાંથી છે.
૨. પહેલું નિરતિચાર અને બીજુ સાતિચાર છેદેપસ્થાપન કહેવાય છે.
૩. ટીકામાં જણાવ્યા પ્રમાણે, નવની સંખ્યામાં મુનિએ ગચ્છની બહાર નીકળી આ તપ અંગીકાર કરે. નવમાંથી એક ગુરુસ્થાને રહે; ચાર (ઉપવાસાદિ તપ કરે, અને બાકીના ચાર સેવાચાકરી કરે. છ મહિના બાદ સેવાચાકરી કરનારા તપ કરે, તપ કરનારા ચાકરી અને બેલ (પા. ૨૫૬, નોંધ ૩) કરે. એ પ્રમાણે પણ છ માસ ગયા બાદ તે આઠમાંથી એક ગુરુ થાય અને જે ગુરુ થયેા હતો તે તપ કરે; બાકીના સાત ચાકરી કરે. આમ દોઢ વર્ષ પૂરું કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org