________________
૧૭૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ તેની સમાપ્તિ થાય છે અને પછી વિદેહમુક્તિ પ્રાપ્ત થાય છે,
ટિ૫ણ ન. ૭. તીર્થકર દ્વારા પ્રકાશિત જ્ઞાનને તેમના પરમ બુદ્ધિમાન સાક્ષાત શિષ્ય ગણધરોએ ગ્રહણ કરી, એ જ્ઞાનને બાર અંગગ્રંથરૂપે સૂત્રબદ્ધ કર્યું. તે અંગપ્રવિષ્ટ કહેવાય છે. અને સમયના દેષથી બુદ્ધિબળ તેમ જ આયુષ ઘટતાં જોઈ, સર્વ સાધારણના હિતને માટે એ દ્વાદશાંગીમાંથી ભિન્ન ભિન્ન વિષયો ઉપર ગણધર પછીના શુદ્ધબુદ્ધિ આચાર્યોએ જે શાસ્ત્ર રચ્યાં, તે અંગબાહ્ય. અર્થાત્ ગણધરરચિત ગ્રંથ તે અંગપ્રવિષ્ટ અને અન્ય આચાર્યોએ રચેલા તે અંગબાહ્ય.
ટિ૫ણુ ન. ૮. તત્ત્વાર્થસૂત્ર ૧-૬માં જણાવ્યા પ્રમાણે પ્રમાણે અને નથી જ્ઞાન થાય છે. એ બેમાં તફાવત એ છે કે, નય વસ્તુના એક અંશનો બંધ કરે છે; અને પ્રમાણ અનેક અંશેનો વસ્તુમાં અનેક ધર્મ હોય છે; એમાંથી કોઈ એક ધર્મ દ્વારા વસ્તુનો નિશ્ચય કરવામાં આવે, ત્યારે તે નય કહેવાય છે; અને અનેક ધર્મ દ્વારા વરતુને અનેકરૂપથી નિશ્ચય કરવામાં આવે, ત્યારે તે પ્રમાણું કહેવાય. નય વસ્તુને એક દષ્ટિએ ગ્રહણ કરે છે અને પ્રમાણે અનેક દૃષ્ટિએથી ગ્રહણ કરે છે. વધુ માટે જુએ તત્ત્વાર્થસૂત્ર (વિદ્યાપીઠ) પા. ૨૫ ઈ. તથા પા. ૬૮ ઇ.
ટિ પણ ન. ૯. ધર્મ, અધમ, આકાશ, જીવ અને પુગલ એ પાંચ દ્રવ્ય “અસ્તિકાય” કહેવાય છે. જેને બીજો ભાગ ન થઈ શકે એવા અંશને – ખંડને “અસ્તિ” અથવા “પ્રદેશ” કહે છે; અને એના સમુદાયને “કાચ કહે છે. અર્થાત્, અસ્તિકાય એટલે પ્રદેશોનો સમૂહ. એ દ્રવ્ય એવા એક અખંડ સ્કંધરૂપ છે, કે જેના અવિભાજ્ય સૂક્ષ્મ અંશ બુદ્ધિથી કપિત કરી શકાય છે. પુગલ દ્રવ્યના પ્રદેશ પોતાના સ્કંધથી જુદા થઈ શકે છે; જ્યારે બીજા ચાર દ્રવ્યના પ્રદેશ તેમ થઈ શક્તા નથી. કારણકે, તે ચારે અમૂર્ત છે. અમૂર્તન ખંડ ન થઈ શકે. કાલદ્રવ્ય પ્રદેશસમુહરૂપ નથી. તેથી તેને અસ્તિકાય કહેવામાં નથી આવતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org