________________
૨૯: પરકમ ૪૩મો ગુણ તે વૈયાવચ્ચે અથવા (સાધુ વગેરેની) સેવા-સુશ્રુષા. તેનાથી જીવ તીર્થકર થવાનું કામ પ્રાપ્ત કરે છે.
અમે ગુણ તે સર્વગુણસંપન્નતા.” તેનાથી જીવને અપુનરાવૃત્તિ અર્થાત મુક્તિ પ્રાપ્ત થાય છે. પછી તેને શારીરિક કે માનસિક દુઃખો ભોગવવાં પડતાં નથી.
૪૫મો ગુણ તે “વીતરાગતા” અર્થાત રાગદ્વેષરહિતતા. તેનાથી છવ સ્નેહના બંધે તેમજ તૃષ્ણાના બંધ છેડી શકે છે; અને મનગમતા કે ન ગમતા શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધરૂપી વિષયોમાં વિરક્ત થાય છે.
૪૬ ગુણ તે “ક્ષાંતિ.” તેનાથી જીવ પરિષહ અર્થાત્ મુશ્કેલીઓ જીતી શકે છે.
૪૭મે ગુણ તે “મુક્તિ' અથવા નિભતા. તેનાથી જીવ નિષ્કિચનતા પ્રાપ્ત કરી શકે છે. પછી અર્થલોભી મનુષ્યો તેની વાંછા કરતાં નથી.
૪૮મે ગુણ તે “આર્જવ અથવા સરળતા. તેનાથી જીવ મન, વચન અને કાયાની એકતા – વિશુદ્ધિ– પ્રાપ્ત કરે છે, કોઈને છેતરતો નથી અને ધર્મને આરાધક થાય છે.
૪૯મો ગુણ તે “મૃદુતા” અથવા અમાનીપણું. તેનાથી જીવ અહંકારરહિત થાય છે; નમ્ર થાય છે અને જાતિ,
૧. મૂળ, “તીર્થકર નામકર્મ.' જે કર્મથી વિશિષ્ટ ગતિ, જાતિ આદિ પ્રાપ્ત થાય, તે “નામકર્મ' કહેવાય છે. જુઓ પા. ૨૨૮ (૬).. ( ૨. “ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે ગુણો.”– ટીકા. *
૩. મૂળ, મૃદુમાર્દવ સંપન્ન.” પ્રસંગે નમી જવું તે મૃદુતા હમેશ કોમળપણું તે માર્દવ – ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org