________________
ર૯ઃ પરાક્રમ
૧૯૪ ફરવાપણું નથી એવી શુકલધ્યાનની ચોથી પાયરીએ સ્થિત થાય છે. અને ત્યાં સ્થિત થતાંની સાથે જ વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર બાકી રહેલા કમશનોર નાશ કરી નાખે છે.
૭૩મો ગુણ તે “અકસ્મતા ઉપર પ્રમાણે ચાર કર્મોનો ક્ષય થયા પછી દારિક, કાર્માણ અને (અને તૈજસ એ ત્રણે) શરીરનો સર્વ પ્રકારે પરિત્યાગ કરી, તે જીવ સીધી લીટીમાં, પિતાના અવગાહક માટે જેટલા આકાશપ્રદેશને અડવા પડે, તે સિવાય બીજા પ્રદેશને ન અડત, ઊર્ધ્વ ગતિથી, એક સમયમાં જ, વાંકાચું કે ગયા વિના તે (મેક્ષ) સ્થાને જાય છે અને જ્ઞાનરૂપી લક્ષણવાળો થઈ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે.
૧. તેથી તે “સમુચ્છિન્નક્રિયા-અનિવૃત્તિ કહેવાય છે. ૨. જુઓ પા. ૧૮૬, ન. ૩. ૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૪, પા. ૧૯૬.
૪. જીવનને અવગાહ (ફેલાવ) તેના શરીર જેટલો હોય છે; માત્ર આપ્યું કે માત્ર વિભુ નથી હોતો. દીવાના પ્રકાશની પેઠે, પ્રાપ્ત થયેલા શરીરના અવગાહ અનુસાર તેમાં વધઘટ થાય છે. છેલ્લા શરીરનો પોલાણને ભાગ બાદ કરતાં ૩ ભાગ જેટલે અવગાહ, દેહત્યાગ પછી જીવનો રહે છે.
૫. જુઓ પ્રકરણને અંતે ટિવ નં. ૫, પા. ૧૯૬.
૬. મૂળમાં “સાકાર ઉપયોગયુક્ત બની” એમ છે. ઉપગ એટલે બેધરૂપ વ્યાપાર. એ જીવનું લક્ષણ છે. સાકાર ઉપયોગ એટલે જે બોધ ગ્રાહ્ય વસ્તુને વિશેષરૂપે જાણે છે અને જે બેધ ગ્રાહ્ય વસ્તુને સામાન્યરૂપે જાણે તે નિરાકાર ઉપયોગ. સાકારને “જ્ઞાન” અને નિરાકારને દર્શન” પણ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org