________________
૨૯: પરાક્રમ
૧૯૫ શાસ્ત્રજ્ઞાનને આધારે (વિતર્ક), આત્માદિ દ્રવ્યનું ઉત્પત્તિ, સ્થિતિ, નાશ, મૂર્ત ત્વ-અમૂર્ત ત્વ, ગુણ–પર્યાય, સ્વભાવ વિભાવ વગેરે દષ્ટિએ ભેદપ્રધાન (પૃથકત્વ) ચિંતન કરે; અને શ્રુતજ્ઞાનને જ અવલંબી, એક અર્થ ઉપરથી બીજા અર્થ ઉપર, એક શબ્દ ઉપરથી બીજા શબ્દ ઉપર, શબ્દ ઉપરથી અર્થ ઉપર, એક યુગ (વ્યાપાર) ઉપરથી બીજા યોગ ઉપર સંક્રમ-સંચા૨ (વિચાર) કરે, તો તે શુકલધ્યાનની પ્રથમ પાયરી “પૃથક-વિતર્ક – સવિચાર’ થઈ. તે ૮ થી ૧૧ ગુણસ્થાનો વચ્ચે હોય છે.
બીજી પાયરીમાં, શ્રુતજ્ઞાનને આધારે એકત્વ- અભેદ-પ્રધાન ચિંતન હોય છે; તેમજ અર્થ, શબ્દ કે વેગનું પરિવર્તન નથી હતું. તે “એકત્વ-વિતર્ક–-અવિચાર” કહેવાય છે. તે ૧૨માં ગુણસ્થાનમાં સંભવે છે.
ત્રીજી પાયરીમાં, અસ્થિરપણે ભટકતું મન ધ્યાન વડે એક વિષય ઉપર સ્થિર થતાં છેવટે તદ્દન શાંત થઈ જાય છે. પરિણામે જ્ઞાનનાં બધાં આવરણે વિલય પામી સર્વજ્ઞપણું પ્રગટે છે, વગેરે વિગતોનું તથા ચેથી પાયરીનું પણ મૂળમાં ૭૨માં ગુણમાં વર્ણન છે ત્યાં જોઈ લેવું. વધુ વિગત માટે જુઓ આ માળાનું “ચોગશાસ્ત્ર” પા. ૧૨૬. ચાર ધ્યાનોની ગુણસ્થાન દીઠ વહેચણ આ પ્રમાણે છે: પહેલાં ત્રણ ગુણસ્થાનમાં આર્ત અને રૌદ્ર; ચોથા અને પાંચમામાં આd, રૌદ્ર અને ધર્મ; છઠ્ઠામાં આર્ત અને ધર્મ; સામામાં ઘમં; આઠથી બાર સુધીમાં ધર્મ અને શુકલ; તથા ૧૩ અને ૧૪ માં માત્ર શુકલ.
ટિ૫ણ ન. ૩. કર્મના બે ભેદ છે : સાંપરાચિક અને ઈર્યાપથ. ૧. સાંપરાયિક : એટલે જે કર્મ આત્માનો સંપરાય – પરાભવ કરે છે તે. જેમ ભીના ચામડા ઉપર પડેલી રજ તેના ઉપર ચોટી જાય છે, તેમ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ખેંચાયેલું કર્મ આત્મામાં ક્રોધ, લોભ આદિ કષાયે હોય તો આત્મા સાથે ચોટી જાય છે. પરંતુ કષાય ન હોવાથી જે કમ આત્માની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org