________________
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ આ પ્રકારે આ અધ્યયનનો વિષય શ્રમણ ભગવાન મહાવીરે ઉપદે છે તથા પ્રકાશિત કર્યો છે.
ટિપ્પણ
ટિ૫ણ ન. ૧. કેધાદિ ચાર કષાયોની તીવ્રતાના ચાર પ્રકાર બતાવાય છે. જે ક્રોધાદિ એટલા બધા તીવ્ર હોય, જેથી જીવને અનંતકાળ સંસારમાં ભટકવું પડે તે “અનંતાનુબંધી” કહેવાય છે. જે ક્રોધાદિ વિરતિ (ત્યાગવૃત્તિ) નો પ્રતિબંધ કરવા પૂરતા જ તીવ્ર હોય, તે “અપ્રત્યાખ્યાનાવરણીય” કહેવાય છે. જે ક્રોધાદિ અમુક અંશે વિરતિ થવા દે, માત્ર સર્વવિરતિ ન થવા દે, તે “પ્રત્યાખ્યાનાવરણીય” કહેવાય છે. અને જે ક્રોધાદિની તીવ્રતા સર્વવિરતિને પ્રતિબંધ કરવા જેટલી નહિ, પણ તેમાં ખલન અને માલિન્ય કરવા જેટલી જ હોય છે, તે “સંજવલન” કહેવાય છે.
ટિ૫ણ ન. ૨. ધ્યાનના ચાર પ્રકાર માનવામાં આવ્યા છે. ૧. આર્તધ્યાન : એટલે કે અપ્રિયની પ્રાપ્તિથી કે પ્રિયની અપ્રાપ્તિ વગેરેથી થતી ચિંતાનું સાતત્ય. ૨. રૌદ્રધ્યાન: હિંસા, અસત્ય, ચોરી અને વિષયરક્ષણ માટે સતત ચિંતા. ૩. ધર્મધ્યાન : ભગવાનની આજ્ઞા શી છે, દોષનું સ્વરૂપ શું છે અને તેમાંથી કેમ છુટાય, વગેરે વિચારોમાં મનોગ. ૪. શુકલધ્યાન : તેનો અર્થ એવો પણ કરવામાં આવે છે કે “શુદ્ધ આત્મદ્રવ્યનું ધ્યાન-ચિંતન”. તે ૭ મા ગુણરથાનથી આગળ હોય છે. તેના ચાર ભેદ છે. તેમાંના પહેલા બે, અગિયારમા–બારમાં ગુણસ્થાને પહોંચેલા અને પૂર્વ’ નામનાં લુપ્ત થઈ ગયેલાં મનાતાં શાસ્ત્રો જાણનારને જ સંભવી શકે છે.
પૂર્વ ' ન જાણનારને તે ગુણસ્થાને ધર્મધ્યાન જ સંભવે છે. છેલ્લા બે પ્રકારે તેરમા-ચૌદમાં ગુણસ્થાને કેવળજ્ઞાનીને સંભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org