________________
૧૯૨ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ તે રંગ દશામાં એટલે કે મન, વાણું અને કાયાના વ્યાપાર યુક્ત (૧૩માં ગુણસ્થાનમાં હોય છે, ત્યાં સુધી, તેને (નિર્દોષ છતાં પાંપણના હાલવા ચાલવા જેવી ક્રિયાઓને કારણે) જે કર્મબંધન થાય છે, તે સુખકારી સ્પર્શવાળું હેય છે; માત્ર બે ક્ષણ ટકે છે; પહેલી ક્ષણે બંધાય છે, બીજી ક્ષણે અનુભવાઈ જાય છે અને ત્રીજી ક્ષણે નાશ પામી જાય છે. પછી તેટલા પૂરતો તે અકમ બની જાય છે.
૭ર ગુણ તે શેલેશીપણું. (તેનું વર્ણન આ પ્રમાણે છે. ઉપર ૭૧મા ગુણમાં જણાવ્યા પ્રમાણે) કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી, મુહૂર્ત કરતાં પણ ઓછું આયુષ્ય બાકી રહે, ત્યારે તે ભિક્ષુ મન, વાણી અને કાયાના વ્યાપારને નિરાધ કરી, જેમાં માત્ર શ્વાસોશ્વાસ જેવી સૂક્ષ્મ શરીરક્રિયાઓ બાકી રહેલી હોય છે, અને જેમાંથી પતન થવાને પણ સંભવ નથી, એવી શકલધ્યાનની ત્રીજી પાયરીએ૩ સ્થિત થાય છે. પ્રથમ તો તે મનાવ્યાપારને રોકે છે; પછી વાણુવ્યાપારને રોકે છે; પછી કાયવ્યાપારને રેકે છે; પછી શ્વાસપ્રશ્વાસને રેકે છે; પછી આઈઉઠ્ઠ એટલા પાંચ હસ્વ અક્ષરે બેલતાં જેટલે વખત થાય, તેટલા વખતમાં તે સ્થૂલ કે સૂક્ષ્મ એવી મન, વાણું કે કાયાની કોઈ પણ ક્રિયા વિનાની તથા જે સ્થિતિમાંથી પછી પાછા
૧. મૂળ, “સમય”: કાળને સુક્ષ્મમાં સૂક્ષ્મ અવિભાજ્ય અંશ..
૨. મૂળમાં તે કર્મ માટે “ઈપથિક' શબ્દ છે. જુઓ. પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૩, પા. ૧૯૫.
૩. તેથી તે “સૂમક્રિયાઅપ્રતિપાતિ” કહેવાય છે. જુઓ પ્રકરણને અંતે ટિવ નં. ૨, પા. ૧૯૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org