________________
૧૯૦ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ વિનય, તપ અને ચારિત્ર ભલે પ્રકારે પ્રાપ્ત કરી, સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતમાં કુશળ બની, (વાદમાં) અજેય બને છે.
૬ ૦ ગુણ “દર્શનસંપન્નતા” અર્થાત તસ્વાર્થમાં શ્રદ્ધા- સમ્યફ શ્રદ્ધા. તેનાથી જીવ ભવના હેતુરૂપ મિથ્યાત્વનું છેદન કરે છે અને સત્યના પ્રકાશનું નિવારણ ન કરી, ઉત્તમ - જ્ઞાન, દર્શન અને ચારિત્ર જોડે આત્માને જે છે તથા આત્માને ભલે પ્રકારે આત્મા વડે વાસિત કરતો વિહરે છે.
૬૧ ગુણ તે “ચારિત્રસંપન્નતા' અર્થાત યથા ખ્યાતચારિત્રક પ્રાપ્ત કરવું તે. તેમ કરનારે જીવ (૧૪મા ગુણસ્થાનરૂપી) શેલેશીભાવ અર્થાત મેરુપર્વત જેવી સ્થિરતા પ્રાપ્ત કરી, આયુષ્ય પૂરું થતાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે.
કરો ગુણ તે “શ્રોવેન્દ્રિયનિગ્રહ.” તેનાથી જીવ મનને ગમતા કે ન ગમતા શબ્દોમાં રાગદ્વેષનો નિરોધ કરી શકે છે અને તેવા રાગદ્વેષથી બંધાતું કર્મ અટકાવી, પૂર્વે બાંધેલું ખંખેરી નાખે છે. - ૬ ૩. ૬૪. ૬૫. ૬૬. તે જ પ્રમાણે ચક્ષુ, ઘાણ, જિ અને સ્પર્શ ઈદિન નિગ્રહનું સમજવું. (માત્ર તેમના વિષે અનુક્રમે રૂપ, ગંધ, રસ અને સ્પર્શ સમજવા.)
૧. “અસંઘાતનાય” પાઠ પ્રમાણે. “સંધાનનીય ” પાઠ લઈ પંડિતોમાં મિલનીય–ગણનીચ,' એવો અર્થ પણ લેવાય છે.
૨. મૂળ, “ભાવિત.” ગુણયુક્ત કરતો અથવા ચિતન કરતો એવો અર્થ થાય. - ૩. જુઓ પા. ૧૬૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org