________________
૧૮૮ મહાવીર સ્વામીને અતિમ ઉપદેશ કુળ, બળ, રૂપ, તપ, મુત, લાભ અને ઐશ્વર્ય એ આઠ મદસ્થાને દૂર કરી શકે છે.
- ૫૦મો ગુણ તે “ભાવ” અર્થાત અંતરની સચ્ચાઈ તેનાથી જીવ અંતઃકરણશુદ્ધિ પ્રાપ્ત કરે છે. તે જીવ પછી જ્ઞાની પુરુષે ઉપદેશેલા ધર્મની આરાધના માટે પ્રયત્નવાન થાય છે અને એમ કરી પારલૌકિક ધર્મની આરાધના
- ૫૧ ગુણ તે “કરણસત્ય' અર્થાત આચારની સચ્ચાઈ તેનાથી જીવ ક્રિયા સામર્થ્ય પ્રાપ્ત કરી શકે છે અને જેવું બોલે છે તેવું કરે છે.
પરમ ગુણ તે ગસત્ય, અર્થાત મન, વાણી અને કાયાની સચ્ચાઈ તેનાથી જીવ મન, વાણી અને કાયાની પ્રવૃત્તિઓને નિર્દોષ કરે છે.
૫૩ ગુણ તે “મનોગુપ્તતા' અર્થાત્ મનને અશુભ પદાર્થોમાંથી રક્ષવું તે. તેનાથી જીવ એકાગ્રચિત્તતા પ્રાપ્ત કરી, સંયમ આચરી શકે છે.
૫૪ ગુણ તે “વગુપ્તતા” અથત વાણીને અશુભ પદાર્થોમાંથી રક્ષવી તે. તેનાથી જીવ નિર્વિકારીપણું પ્રાપ્ત કરી શકે છે. - પપ ગુણ તે “કાયગુપ્તતા' અર્થાત્ કાયાને અશુભ
વ્યાપારમાંથી રક્ષવી તે. તેનાથી જીવ આત્મામાં પાપકર્મ દાખલ થતું અટકાવી શકે છે.
• ૧. પરલોક સુધારનારા ધર્મની, કે ટીકાકાર એવો અર્થ કરે છે કે, “સગતિ પ્રાપ્ત કરી પરલોકમાં પણ ધર્મની આરાધના કરે છે.”
૨. પ્રતિલેખન વગેરે વિધિપૂર્વક કરવાં તે –ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org