________________
૧૮૫
ર૯ : પરાક્રમ ૩પ ગુણ તે આહારપ્રત્યાખ્યાન – અર્થાત આહારનો ત્યાગ. તેનાથી જીવની જીવિતેચ્છા દૂર થઈ જાય છે; અને આહાર ન મળવાથી તેને કલેશ થતો નથી.
૩૬મો ગુણ તે “કષાયપ્રત્યાખ્યાન” અર્થાત ક્રોધ, માન, માયા અને લાભનો ત્યાગ. તેનાથી જીવ વીતરાગભાવને પામે છે; તથા સુખદુઃખમાં સમભાવી થાય છે.
૩૭મો ગુણ તે “ગપ્રત્યાખ્યાન' અર્થાત મન, વાણી અને કાયાની પ્રવૃત્તિનો ત્યાગ. તેનાથી જીવ અક્રિય થાય છે, નવું કર્મ બાંધતો નથી અને જૂનું ખંખેરી નાંખે છે.
૩૮ ગુણ તે “શરીર પ્રત્યાખ્યાન' અર્થાત્ શરીરનો ત્યાગ. તેનાથી જીવ સિદ્ધોના ઉત્તમ ગુણ પ્રાપ્ત કરે છે, તથા લેકના ટોચભાગે જઈ પહેાંચી (મેક્ષ પામી), પરમ સુખી થાય છે.
૩૯મો ગુણ તે “સાહાયપ્રત્યાખ્યાન' અર્થાત સાથીઓનો ત્યાગ. તેનાથી જીવ એકલાપણું પ્રાપ્ત કરે છે અને એકાગ્રપણાને અભ્યાસ કરી, થોડું બોલનારે, થેડા ઝઘડાવાળ, ચેડા ક્રોધવાળે, અધિક સંયમવાળ, અધિક સંવરવાળા અને અધિક સમાધિવાળો બને છે.
૪૦ ગુણ તે “ભક્તપ્રત્યાખ્યાન' અર્થાત આહારત્યાગ. તેનાથી જીવ હજારો જન્મ અટકાવે છે.
૪૧ ગુણ તે “સર્ભાવપ્રત્યાખ્યાન” અર્થાત એવા પ્રકારનો સંપૂર્ણ ત્યાગ જેથી ફરી કદી કરે ન પડે.
૧. જુઓ પા. ૧૩૮, નોંધ ૧. ૨. જુઓ પા. ૪૬, ટિ. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org