________________
૨૯ : પરાક્રમ
૧૭૭. ગુરુની નિંદા, અવહેલા વગેરે વિરાધના તજી, (ભવિષ્યમાં પોતાની) નરનિને, પશુયોનિને તથા દેવમનુષ્ય યોનિમાં હલકી ગતિનો નિષેધ કરે છે, તેમજ ગુરુની પ્રશંસા, સ્તુતિ, ભક્તિ અને બહુમાનથી દેવ-મનુષ્યયોનિમાં પિતાને માટે) સુગતિ નિર્માણ કરે છે; સિદ્ધિ –મોક્ષ – રૂપી સદ્ગતિને વિશુદ્ધ કરે છે; પ્રશંસાપાત્ર તેમજ વિનયમૂલક સર્વ ધર્મકાર્યો સાધે છે; તેમજ બીજા પણ ઘણું જીવોને વિનય ગ્રહણ કરાવે છે.
પાંચમે ગુણ તે “આલોચના” અથવા (ગુરુ આગળ ) પિતાના દોષ કબૂલ કરી દેવા તે. તેનાથી જીવ મેક્ષમાર્ગમાં વિઘ કરનારાં તથા અનંત સંસાર વધારનારાં ત્રણ શલ્યો - પિતામાંથી ખેંચી કાઢે છે, અને સરળતા પ્રાપ્ત કરી શકે છે. સરળતા પ્રાપ્ત કરનારે અભાયી જીવે ત્રીભાવ, અને નપુંસકભાવની વિકૃતિ પ્રાપ્ત કરાવનારાં કર્મ નથી બાંધતો; અને પૂર્વે બાંધ્યાં હોય તે ખંખેરી નાખે છે. ત્રણ શલ્ય તે આ ઃ ૧. માયા – દંભ, ડાળ કે ઠગવાની વૃત્તિ. ૨.
૧. આરાધનાથી ઊલટી તે વિરાધના. ૨. એટલે કે, તે ગતિનાં જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ કારણેને.
૩. મૂળમાં “સ્ત્રીવેદ' અને “નપુંસકવેદ' એવા શબ્દ છે. પુરુષ સાથે વિષયાભિલાષા એ સ્ત્રીવેદ; અને સ્ત્રીપુરુષ ઉભયને વિષયાભિલાષ તે નપુંસકવેદ. માયાવીપણું, ઠગવાની ટેવ, પરદેષદર્શન વગેરે સ્ત્રીવેદ બંધાવાનાં કારણે ગવાય છે. સરળ માણસ
સ્ત્રી શરીર કે નપુસશરીર ન પામે – અર્થાત્ પુરુષશરીર જ પામે. દિગંબર પરંપરા સ્ત્રી શરીરે મેક્ષ નથી માનતી. એ જ નિંદાનો ભાવ અહી પણ છે.
१२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org