________________
૧૭૮ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ નિદાન– ભોગોની લાલસા. ૩. મિથ્યાદર્શન – સત્ય ઉપર શ્રદ્ધા ન ચાટવી અથવા અસત્યનો આગ્રહ.
છઠ્ઠો ગુણ તે “નિન્દના” અર્થાત પોતાની આગળ પોતાના દોષ કબૂલી જવા તે. તેનાથી જીવ પશ્ચાત્તાપ પ્રાપ્ત કરે છે; પશ્ચાત્તાપથી વૈરાગ્ય પ્રાપ્ત કરે છે, અને વૈરાગ્યથી અંત:કરણશુદ્ધિ પ્રાપ્ત કરી, ઉત્તરોત્તર આગળ વધી, મેહનીય કર્મોનો ક્ષય કરે છે.
સાતમે ગુણ તે “ગઈ ' અર્થાત બીજાની આગળ પિતાના દોષ પ્રગટ કરવા તે. તેનાથી જીવ (પિતા પ્રત્યે) અનાદર પ્રાપ્ત કરે છે; અનુચિત પ્રવૃત્તિઓ કરતો અટકે છે; અને ઉચિત પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થાય છે. એ ભિક્ષુ આત્માના જ્ઞાનાદિ ગુણાને નાશ કરનારાં ઘાતી કર્મોનો નાશ કરી શકે છે.
૧. મૂળ, “કરણગુણ.' તેને પારિભાષિક શબ્દ અપૂર્વકરણ છે. જુઓ પા. ૧૯૦-૮.
૨. જુઓ પા. ૪૬, ટિવ ૨. . ૩. મૂળ : “યોગ”.
૪. મૂળમાં “અનંતધાતિપર્યાવ' છે. “અનંત વિષય છે જેમને તે જ્ઞાન (વિશેષ બેધ) અને દર્શન (સામાન્ય બોધ). તેમનો ઘાત કરનાર જ્ઞાનાવરણીય વગેરે કમે.” – ટીકા. કર્મોના આઠ પ્રકાર છે : જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, અંતરાય, વેદનીય,
યુષ, નામ અને ગોત્ર (જુઓ અધ્ય૦ ૩૩ પા. ૨૨૬ ઈ. શરૂઆતમાં). તેમાંનાં પહેલાં ચાર ઘાતી કર્મ કહેવાય છે. કારણ કે તે આત્માના જ્ઞાનાદિ ગુણોને સીધે ઘાત કરે છે. બાકીનાં અઘાતિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org