________________
૧૭૬ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ અને લેભને નાશ કરે છે; તથા નવાં કર્મ બાંધતા નથી. ક્રોધાદિના નાશથી તત્ત્વાર્થમાં તેની અશ્રદ્ધા દૂર થાય છે; અને વિશુદ્ધ શ્રદ્ધા જન્મે છે. વિશુદ્ધ શ્રદ્ધાથી કેટલાક જીવો તે ભવે જ સિદ્ધિ પામે છે; અથવા ત્રીજે ભવે તો અવશ્ય પામે છે જ.
બીજો ગુણ તે “નિર્વેદ” અથવા સંસારથી વિરક્તતા. તેનાથી જીવ દેવ, મનુષ્ય અને પશુપંખી ( તિર્યંચ ) સંબંધી કામગમાં વિરક્ત થાય છે; વિરક્ત થયા બાદ, તે ભોગસાધનોની પ્રાપ્તિ માટે આરંભ તેમજ પરિગ્રહ કરવો તજી દે છે; અને એ રીતે સંસારમાર્ગનો વિચ્છેદ કરી, સિદ્ધિમાર્ગને પામે છે.
ત્રીજો ગુણ તે “ધર્મશ્રદ્ધા. તેનાથી જીવ પોતાને ગમતાં વિષયસુખોમાં વિરક્ત થાય છે અને ગૃહસ્થ ધર્મ તજી સાધુપણું સ્વીકારે છે. એ રીતે છેદન – ભેદન, સંયોગ – વિગ વગેરે શારીરિક અને માનસિક દુઃખોનો અંત લાવી, તે અવ્યાબાધ મેલસુખ પ્રાપ્ત કરે છે.
ચેાથો ગુણ તે ગુરુ તથા સાધમિકોની સેવાશુશ્રષા.” તેનાથી મનુષ્યને વિનય પ્રાપ્ત થાય છે. વિનયવાળા જીવ
૧. મૂળમાં, ‘દર્શનવિશુદ્ધિ” શબ્દ છે. પરિભાષામાં તેને સાયિક સમ્યકત્વ કહે છે. દર્શનમોહનીય કર્મોના સંપૂર્ણ ક્ષયથી પ્રગટ થયેલું સમ્યક્ત્વ તે ક્ષાચિક કહેવાય.
૨. “મિથ્યાત્વ, અવિરતિ વગેરે રૂપી. – ટીકા. ૩. “શુદ્ધ ક્ષાયિક સમ્યકત્વરૂપી.” – ટીકા. ૪. સાધર્મિક એટલે સમાન ધર્મને માણસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org