________________
૨૯: પરાક્રમ
૧૭૯ આઠમે ગુણ તે “સામાયિક” અર્થાત સમભાવમાં આત્માને સ્થાપિત કરવો તે. તેનાથી જીવ અધાર્મિક પ્રવૃત્તિઓમાંથી વિરત થાય છે.
- નવમો ગુણ તે “ચતુર્વિશતિસ્તવ' અર્થાત જેવીસ તીર્થકરેની સ્તુતિ. તેનાથી શ્રદ્ધા – રૂચિની નિર્મળતા પ્રાપ્ત થાય છે.
દસમે ગુણ તે (ગુરુને વંદન”. તેનાથી નીચ ગોત્રમાં જન્મ અપાવનાર કર્મ નાશ પામે છે; ઉચ્ચ ગોત્રમાં જન્મ અપાવનાર કર્મ બંધાય છે, ત્યાં પણ સૌભાગ્ય એટલે કે સર્વ લોકેમાં વલ્લભતા પ્રાપ્ત થાય છે; તથા સર્વ પિતાને અનુકૂળ બને છે.
૧૧ ગુણ તે “પ્રતિક્રમણ” અર્થાત થયેલ ભૂલનો અનુતાપ કરી, તેમાંથી નિવૃત્ત થવું અને નવી ભૂલ ન કરવા સાવધાન થવું. તેનાથી જીવ, લીધેલાં વ્રતનાં છિદ્રો બંધ કરી શકે છે, અને તેમ થવાથી કર્મબંધનનાં દ્વાર બંધ થાય છે. પછી, તે નિર્મળ ચારિત્રવાળા તથા આઠ પ્રવચનમાતાઓમાં સાવધાન બની, નિરંતર સંયમયોગમાં પ્રવૃત્ત થાય છે; અને ઈકિય-મનને સન્માર્ગમાં સ્થાપિત કરી સુખે વિહરે છે. ૧રમો ગુણ તે “
કોત્સર્ગ' અર્થાત શારીરિક વ્યાપાર છેડી, એક આસને સ્થિર થઈ ધ્યાનસ્થ થવું તે.
૧, જુઓ પા. ૨૪, ન. ૨. કાળને અમુક નિયમ લઈ, તે વખત દરમ્યાન અધર્મપ્રવૃત્તિને ત્યાગ કરી, ધ્યાન, પાઠ વગેરે ધર્મપ્રવૃત્તિમાં સ્થિર થવાનો અભ્યાસ કરવો તે સામાયિક વ્રત.
૨. જુઓ ૫ા. ૧૩૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org