________________
૧૭૨ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ પુદ્ગલરૂપ છે. પરાગ વગેરે મણિને પ્રકાશ નહિ ઊને કે નહિ ઠંડે એવો છે. - ટિપણ ન. ૬. છદ્મસ્થ અને જિન એ બે શબ્દનો અર્થ સમજવા માટે આધ્યાત્મિક વિકાસક્રમની જૈન દર્શને જે ૧૪ કેટિઓ–ગુણસ્થાન-ગણાવેલ છે, તે સમજવી જોઈએ, કારણકે, તે ક્રમમાં ૧૧ અને ૧૨ ગુણસ્થાને પહોંચેલાને છદ્મસ્થ કહે છે અને ૧૩ તથા ૧૪ ગુણસ્થાને પહોંચેલાને જિન કહે છે.
ગુણ એટલે આત્માની સમ્યકત્વ, ચારિત્ર, વિય આદિ શક્તિઓ; અને સ્થાન એટલે તે શક્તિઓની શુદ્ધતાની તરતમભાવવાળી અવસ્થાઓ. આત્માના સહજ ગુણે ઉપરથી આવરણે ઓછાં થતા જાય છે કે નાશ પામતાં જાય છે, તેમ તેમ તે સહજ ગુણે પોતાના શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ થતા જાય છે. ગુણસ્થાનની કલ્પના મુખ્યત્વે મેહનીચ3 કર્મની વિરલતા અને ક્ષયને આધારે કરવામાં આવી છે. મોહનીય કર્મની બે શક્તિ છે : દર્શ નમોહનીય, જેથી આત્મામાં તાત્વિક-રુચિ કે સત્યદર્શન થવા પામતું નથી; અને ચારિત્રમોહનીય, જેથી આત્મા તાત્વિક રુચિ કે સત્ય દર્શન પ્રાપ્ત કર્યા છતાં તદનુસાર પ્રવૃત્તિ કરી સ્વરૂપલાભ કરી શકતો નથી.
૧. જે અવસ્થામાં દર્શનમોહનીયની પ્રબળતાને લીધે આત્મામાં તત્ત્વરુચિ જ પ્રગટી શકતી નથી, તથા જેથી તેની દષ્ટિ મિથ્યા (સત્ય વિરુદ) હોય છે, તે અવસ્થા તે “મિચ્છાદષ્ટિ.'
૨. અગિયારમે ગુણસ્થાને પહોંચ્યા છતાં પતિત થઈ પ્રથમ ગુણસ્થાન ઉપર આવતાં વચ્ચે બહુ થોડો વખત જે અવસ્થા પ્રાપ્ત થાય છે, તે “સાસ્વાદન. તેમાં પતનો—ખ આત્માને તત્ત્વરુચિને સ્વલ્પ પણ આસ્વાદ હોય છે.
૩. સત્ય-અસત્ય વચ્ચે દોલાયમાન સ્થિતિ તે ‘સમ્યકમિશ્ચાદષ્ટિ”.
૪. જેમાં આત્મા અસંદિગ્ધપણે સત્યદર્શન–તત્ત્વરુચિ કરી શકે છે, તે “અવસ્તિસમ્યફદષ્ટિ.” તેને અવિરત કહેવાનું કારણ એ
૧. જુઓ પા. ૪૬, ટિટ નં. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org