________________
૧૧૧ 'મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ
છવાદિ તત્ત્વોનો અભ્યાસ, તત્ત્વજ્ઞ પુરુષોનું સેવન, તથા માર્ગભ્રષ્ટ કે કુમાર્ગીઓનો ત્યાગ –એ સમ્યક્ત્વ કે સમ્યગ. દશનનાં લક્ષણ છે. [૨૮].
સાચી શ્રદ્ધા વિના ચારિત્ર સંભવી શકતું નથી; અને શ્રદ્ધા ઉત્પન્ન થઈ એટલે ચારિત્ર આવે જ. જ્યાં સમ્યફ શ્રદ્ધા અને ચારિત્ર એકસાથે ઉત્પન્ન થયેલાં દેખાય છે, ત્યાં પણ પ્રથમ શ્રદ્ધા જ ઉત્પન્ન થઈ હોય છે. જેને શ્રદ્ધા નથી, તેને જ્ઞાન નથી; અને જ્ઞાન વિના ચારિત્રગુણ ક્યાંથી હોય ? ગુણરહિતને મેક્ષ નથી; અને અમુક્તને નિર્વાણ કે શાંતિ નથી. [૨૯-૩૦]
(પિતાના સિદ્ધાંતમાં) શંકારહિતપણું; ( અન્ય. સિદ્ધાંતોમાં) કાંક્ષારહિતપણું; (પિતાની સાધનાના ફળમાં સંદેહરૂપી) વિચિકિત્સારહિતપણું; (બીજા તીથિકની ઋદ્ધિ દેખીને પણ પિતાના મતમાં સ્થિસ્તારૂપી) અમૂઢદષ્ટિપણું; ગુણવાનની પ્રશંસા કરવી; ( શિથિલ થતા સ્વધર્મીઓને ) સ્થિર કરવા; (સ્વધર્મીઓને અન્નપાનાદિ આપી) વાત્સલ્ય કે ભક્તિ દાખવવાં; અને સ્વતીની ઉન્નતિ કરવી – આ. આઠ સાચી શ્રદ્ધાવાળાના આચાર છે. [૩૧]
૩. સર્વ કર્મોનો નાશ કરનારું એવું ચારિત્ર પાંચ. પ્રકારનું છે:
૧. આત્મિક શુદ્ધ દશામાં સ્થિર થવાનો પ્રયત્ન કરવો તે. ચારિત્ર. સમભાવમાં રહેવા માટે બધી અશુદ્ધ પ્રવૃત્તિઓને ત્યાગ કરવો તે સામાયિક ચારિત્ર. પછીના ચારે ભેદે પણ સામાયિકરૂપ જ છે; પરંતુ કેટલીક આચાર અને ગુણની વિશેષતાને લીધે તેમને જુદા પાડ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org