________________
૧૩: બે હરિજન ભાઈએ
૭૩ બાળી, તેની સ્ત્રી, પુત્ર અને સગાંસંબંધીએ પછી બીજે નો આશરે શોધે છે.
હે રાજન ! જીવિત નિરંતર મૃત્યુ તરફ દોડી રહ્યું છે; અને વૃદ્ધાવસ્થા માણસનું રૂપ અને બળ હરી રહી છે. માટે હે પંચાલના રાજા ! તું મારું કહેવું સાંભળી, આ મહા આરંભવાળાં કર્મો કરવાં છેડી, પ્રવજ્યા લઈ બહાર નીકળી આવે અને સંયમધર્મને સ્વીકાર કર !૧ [૧પ-ર૬]
બ્રહ્મદત : હે સાધુ ! તું જે કહે છે, તે હું પણ જાણું છું. પરંતુ આ ભેગે આસક્તિ ઉત્પન્ન કરનારા છે અને મારા જેવાથી હે આર્ય ! તે છોડી શકાય તેમ નથી. હસ્તિનાપુરના મેટી ઋદ્ધિવાળા રાજાને જોઈને, હે ચિત્ર ! (પૂર્વજન્મમાં ) મેં તેના જેવા ભોગે પ્રાપ્ત કરવા માટે નિયાણું બાંધ્યું હતું (તે તું જાણે જ છે). પૂર્વજન્મની તે આસક્તિ હજુ મારામાંથી દૂર થઈ ન હોવાથી, હું ધર્મને જાણતે છતો કામભેગમાં મૂછિત રહું છું. કાદવમાં ખેંચી ગયેલો હાથી જેમ કિનારે જોયા છતાં કાઠે આવી શકતો નથી, તેમ મારી પણ દશા છે.* [૭-૩૦]
ચિત્ર : કાળ ચાલ્યો જાય છે; કોમભેગમાં તારી એક પછી એક રાત્રી પૂરી થાય છે; પરંતુ માણસના ભોગે નિત્ય નથી. ફળ વિનાના ઝાડને પક્ષીઓ છેડી દે છે, તેમ
૧. જાતક ૪૯૮-૨૦. ૨. જાતક ૪૯૮-૨૧. ૩. મૂળમાં “તે નિયાણાનું પ્રાયશ્ચિત્ત ન કર્યું હોવાથી. ૪. જાતક ૪૯૮-૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org