________________
૨૧
સમુદ્રપાલ ચંપાનગરીમાં ભગવાન મહાવીરનો શિષ્ય પાલિતા નામે શ્રાવક વાણિયો રહેતો હતો. તે જૈન સિદ્ધાંતમાં બહુ કુશળ હતો. એક વખત વહાણવટું ખેડતો ખેડતો તે શ્રાવક પિહુંડ નામે નગરમાં આવી પહોંચ્યો. ત્યાં રહી વેપાર કરતાં કરતાં ત્યાંના કોઈ વાણિયાએ તેને પિતાની દીકરી પરણાવી. વખત જતાં તે સગર્ભા થઈ, ત્યારે તે વાણિયો તેને લઈ પિતાને દેશ પાછો ફર્યો. [૧-૩]
૧. ચંપાઃ અંગદેશની રાજધાની. નાગપુરથી ત્રણ માઈલ દૂર આવેલું આજનું ચંપાનાલા. વધુ માટે જુઓ આ માળાનું ધર્મકથાઓ, પુસ્તક, પા. ૭૫-૬. બૌદ્ધગ્રંથોમાં રાજગૃહ જે ભાગ ભજવે છે, તે જૈનગ્રંથોમાં ચંપા ભગવે છે. એ વસ્તુ, બિંબિસાર પછી તેના પુત્ર અજાતશત્રુને રાજ્યકાળ સૂચવે છે.
૨. પિહુડ બ્રહ્મદેશનું કોઈ બંદર હોય એવી કલ્પના કરી શકાય..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org