________________
૨૨ : રથનેમિ
૧૨૫. શિબિકામાં બેસી, તે રેવતકર પર્વત તરફ ચાલ્યા. ત્યાં રિવાજ મુજબ (ભાવી તીર્થકરો) નિષ્ક્રમણોત્સવ કરવા સર્વ સામગ્રી સાથે આવેલા દેવો અને હજારો મનુષ્યોથી વીંટળાયેલા વૃણિપુંગવ અરિષ્ટનેમિએ દીક્ષા લીધી અને પિતાને હાથે પાંચ મૂઠી ભરીને પોતાના કામળ અને વાંકડિયા કેશે ઉખાડી નાખ્યા. તે વખતે વાસુદેવે પ્રસન્ન થઈ તેમને કહ્યું : હે દમેશ્વર ! તું તારા ઇચ્છિત મનોરથને સત્વર પામ; તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા અને નિભતા દ્વારા પોતાની ઉન્નતિ કર. ત્યાર બાદ રામ, કેશવ તથા બીજા બધા અરિષ્ટનેમિને વંદન કરી, દ્વારિકા પાછા ફર્યા. [ર૦-૭]
૧. અરિષ્ટનેમ પેલાં પ્રાણીઓ જોઈને પાછા ફર્યા, ત્યારે તેમનાં માતાપિતાએ તેમને ઘણું ઘણું સમજાવ્યા. પણ તે લગ્ન કરવા કબૂલ ન થયા. માત્ર તે એક વર્ષ વધુ ઘેર રહેવા કબૂલ થયા. તે વર્ષ પૂરું થયા બાદ તેમણે રૈવતક પર્વત ઉપર જઈને દીક્ષા લીધી, એટલું સમજી લેવાનું છે.
- ૨. કાઠિયાવાડનો ગિરનાર એ જ રૈવતક. તેના ઉપર ઘણાં જૈન મંદિરો છે માથે પોતાના શિશુપાલવધમાં (સર્ગ ૪) રૈવતકનું વર્ણન કર્યું છે.
૩. તે વખતે ચિત્રા નક્ષત્ર હતું. શ્રીમહાવીરભગવાનના જીવનના નિર્વાણ સિવાયના મુખ્ય પાંચ બનાવો જેમ ઉત્તરાફાગુની નક્ષત્રમાં થયા હતા, તેમ અરિષ્ટનેમિનાં ગર્ભ, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ ચિત્રા નક્ષત્રમાં થયાં હતાં.
૪. જૈન સાધુઓ વાળ કપાવવાને બદલે હાથથી ઉખાડી નાખે છે. તે ક્રિયાને લોચ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org