________________
૧૪૧ મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ
મુનિએ કહ્યું, “વેદોનું મુખ અગ્નિહોત્ર છે; યજ્ઞાર્થી પુરુષ એ યજ્ઞોનું મુખ છે; નક્ષત્રોનું મુખ ચંદ્રમાં છે અને ધર્મોનું મુખ કાશ્યપ (તીર્થકર ઋષભદેવ) છે. જે પ્રમાણે ગ્રહ વગેરે ચંદ્રને વંદન અને નમસ્કાર કરતા, હાથ જોડી તેની પાસે ઊભા રહે છે, તે પ્રમાણે સઘળા ઉત્તમ પુરુષો તેમને નમન કરે છે. આ યજ્ઞવાદી બ્રાહ્મણ, કે જેમનું બ્રાહ્મણપણું ( તિષ વગેરે) વિવિધ (યજ્ઞ) વિદ્યાઓમાં આવી રહ્યું છે, જેનું અજ્ઞાન, રાખથી ઢંકાયેલા અગ્નિની જેમ, (વ્યર્થ) સ્વાધ્યાય અને તપથી ઢંકાઈ રહેલું છે, તથા જેઓ લોકમાં બ્રાહ્મણ કહેવાય છે અને અગ્નિની પેઠે પૂજાય છે, તેઓ સાચા બ્રાહ્મણ નથી. તેઓ પોતાને કે બીજાને ઉદ્ધાર કરી શકે તેમ નથી. અમે તે તેને જ બ્રાહ્મણ કહીએ છીએ, જેને કુશળ પુરુષોએ આ પ્રમાણે વર્ણવ્યો છે: [૧૬-૯]
આવેલામાં જે આસક્તિ નથી કરતો, અને જવાનો જે શક નથી કરતો; આર્ય વચનમાં જે આનંદ પામે છે; આપીને તથા અગ્નિમાં નાખીને શુદ્ધ કરેલા સોના જેવો જે નિર્મળ છે; જે રાગદ્વેષ અને ભય વિનાને છે; તપસ્વી છે; શરીરે કૃશ છે; ઈદ્રિયનિગ્રહી છે, જેનાં લેહી ને માંસ સુકાઈ ગયાં છે; જે સુવતી છે તથા નિર્વાણ પામેલા છે; સ્થાવર-જંગમ
૧. ૧૭ મા લેકનો અર્થ બહુ સંદિગ્ધ છે. ટીકાકાર ચંદ્ર અને ગ્રહોની ઉપમાવાળા ભાગનો કશ્યપની સાથે સંબંધ જોડી, મણહારિણે' શબ્દથી “દે” એવો અર્થ ગણી લે છે. ટૂંકમાં કંઈક પણ સંગત અર્થ ઉપજાવવા માટે ખેંચાખેંચ અને ઉમેરા કરવા પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org