________________
૨૮: મેષગતિને માગ . ૧૪૩ નિમિત્તરૂપે સહાયક થવું, એ કાળનું લક્ષણ છે; જીવનું લક્ષણ ઉપયોગ એટલે કે બેધવ્યાપાર અથવા ચેતના છે. જ્ઞાન, દર્શન, સુખ, દુઃખ વગેરેથી તે ઓળખાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને “ઉપયોગ” (બોધવ્યાપાર) એ બધાં જીવનાં લક્ષણ છે. શબ્દ (ધ્વનિ), અંધકાર, ઉદ્યોત (રત્ન વગેરેને પ્રકાશ), પ્રભા (ચંદ્રાદિને પ્રકાશ), છાયા, આતપ (તડક), વર્ણ, ગંધ, રસ, સ્પર્શ – એ બધાં પુદ્ગલનાં લક્ષણ છે. [૭-૧૨]
એકત્વ, પૃથફત્વ, સંખ્યા, સંસ્થાન (આકૃતિ), સંયોગ અને વિભાગ એ પર્યાનું લક્ષણ છે. (એટલે કે, પર્યાયે પદાર્થોમાં એકત્વ વગેરે પ્રતીતિના હેતુ છે.) [૧૩]
જીવ, અજીવ, બંધ, પુણ્ય, પાપ, આસ્ત્રવ, સંવર, નિર્જરા અને મેક્ષ એ નવ તો એટલે કે તોય છે. [૧૪]
૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૪, પા. ૧૭૦.
૨. આ સંજ્ઞા પણ જૈન શાસ્ત્રમાં જ પ્રસિદ્ધ છે. બીજા દર્શનોમાં તેને સ્થાને પ્રકૃતિ, પરમાણુ વગેરે શબ્દ વપરાય છે. વિશેષ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૫, પા. ૧૭૦.
૩. અજીવ એટલે જીવ વિનાનાં પાંચ દ્રવ્યો. બંધ એટલે જીવ અને કર્મનો સંબંધ. એ કર્મ બંધના હેતુરૂપ. હિંસા, અસત્ય, વગેરે પ્રવૃત્તિઓ તે આસ્રવ (પા. ૧૦૭, ન. ૪). સંવર એટલે સમિતિ, ગુપ્તિ વગેરે વડે કર્મને આત્મામાં દાખલ થતું રોકવું તે. (જાએ પા. ૪૬, ૦િ ૩.) નિર્જરા એટલે બંધાયેલાં કર્મોને તપ વગેરેથી ખંખેરી નાખવાં તે. મોક્ષ એટલે સકલ કર્મના ક્ષયથી રવરવરૂપે આત્માનું સ્થિત થવું તે. અહીં “તવનો અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org