________________
૨૮ મોક્ષગતિનો માર્ગ હવે હું તમને, જિન ભગવાને કહેલ, મેક્ષગતિને સાચે માર્ગ કહી સંભળાવું છું. તે તમે સાંભળો. વસ્તુસ્વરૂપને જાણનારા જિનાએ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને ૨ મોક્ષમાર્ગ કહ્યો છે. તેને અનુસરીને ઘણાય છે સદ્ગતિ પામ્યા છે. [૧-૩]
૧. મૂળ, “મેક્ષમાર્ગ ગતિ.” આ અધ્યયનમાં જૈનદર્શનના પરિભાષિક શબ્દ તથા સિદ્ધાંત અતિ સંક્ષેપમાં સંગ્રહરૂપે ખડકેલા છે. જૈન પરિભાષાથી છેક જ અણુજાણુ અભ્યાસીને એ રીતે આ અધ્યયન ઘણું મુશ્કેલ લાગવાનું. પ્રકરણને અંતે આપેલાં વિસ્તૃત ટિપ્પણોમાંથી, તેને કાંઈક મદદ મળી રહેશે એવી આશા છે.
૨. ચારિત્રમાં તપને સમાવેશ થઈ જાય છે, છતાં કર્મક્ષય કરવામાં તેનું અસાધારણુત્વ બતાવવા માટે તેને જુદુ જણાવ્યું છે.-ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org