________________
૧૫૬ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ નિદ્રામાં ગડબડ ન થાય તે રીતે સ્વાધ્યાય કરો. જ્યારે તે પૌરષીનો ચેાથે ભાગ બાકી રહે ત્યારે સ્વાધ્યાયના કાળથી નિવૃત્ત થઈ ગુને નમસ્કાર કરી, સ્થિર થઈને બેસવું અને રાત દરમ્યાન જ્ઞાન, દર્શન અને ચારિત્રને લગતા જે કાંઈ દોષો થયા હોય, તેમને અનુક્રમે યાદ કરવા અને પછી ગુરુને નમસ્કાર કરી, તેમની આગળ તે બધા દોષોની કબૂલાત કરવી. [૪૪-૯]
એ વિધિ પૂરો થયા બાદ, ગુરુને નમસ્કાર કરી, ફરી સ્થિર થઈને બેસવું અને વિચારવું કે હવે હું કઈ જાતનું તપ અંગીકાર કરું. પછી, ગુરુને નમસ્કાર કરી, તથા તેમની પાસે તપનો નિયમ લઈ, સિદ્ધો વગેરેની સ્તુતિ કરવી. [૫૦-૨]
આ પ્રમાણે સાધુની ચર્ચા ટૂંકમાં કહી. તેને -આચરીને બહુ જીવો આ સંસારસાગરને તરી ગયા છે, એમ હું કહું છું. [૫૩]
ટિપ્પણો ટિ પણ ન. ૧. ભિક્ષુએ બધાં કાર્યો પૌરુષી પ્રમાણે કરવાનાં હોવાથી, તથા સૂર્યના તડકામાં ઊભા રહી છાયાની લંબાઈ ઉપરથી સમય જાણવો એ અપરિગ્રહી સાધુને વધુ અનુકૂળ થઈ પડે તેમ હોવાથી, મૂળમાં અનેક લોકોમાં પૌરવી કેવી રીતે માપવી તેની રીત બતાવી છે. તે આ પ્રમાણે
૪. જમણે કાન સૂર્ય તરફ રાખી ઊભા રહેવું; અને પગના ઢીંચણની ઢાંકણીથી કાંઈક નીચેના ભાગ ઉપર (એટલે પગના અંગૂઠાની બાજુએ જમીન ઉપરથી પગના નળા ઉપર વેંત ભરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org