________________
૨૨: સાધુની ચર્ચા
૧૫૫. ભિક્ષા લેવા જતા પહેલાં ભિક્ષુ પિતાનો બ સાજ નજરથી તપાસી લે; અને પછી અધ એજનની અંદર જ ભિક્ષા માટે ફરે. [૩૬]
આહાર વગેરેથી પરવારી, પાત્ર વગેરે આઘાં મૂકી, ચોથી પૌરુષીમાં સર્વ પદાથો પ્રગટ કરનાર સ્વાધ્યાય કરે. [૩૭]
તે ચોથી પૌરુષનો ચેથા ભાગ બાકી રહે, ત્યારે સ્વાધ્યાયનો કાળ પૂરે કરી, તથા ગુરુને વંદન કરી, પથારી વગેરે તપાસવા માંડે, તથા મળમૂત્રની જગાઓ જોઈ લે. [૩૮-૯]
ત્યાર બાદ, સ્થિર થઈને બેસી, જ્ઞાન, દર્શન અને ચારિત્રને લગતા દિવસે દરમ્યાન જે કાંઈ અતિચાર થયા હોય, તેમનો અનુક્રમે વિચાર કરે. ત્યાર બાદ ગુરુને નમસ્કાર કરી, તેમની આગળ તે દેશોની કબૂલાત કરે. એ પ્રમાણે નિઃશલ્ય થઈ, તથા ગુરુને નમસ્કાર કરી, સ્થિર થઈ ધ્યાન કરે. ધ્યાન પૂરું થયે ગુરુને નમસ્કાર કરી, સ્તુતિમંગલ કરી, સ્વાધ્યાયના કાળની રાહ જુએ. [૪૦-૩]
રાત્રે ઉપર જણાવ્યા પ્રમાણે પહેલી પૌરુષીમાં સ્વાધ્યાય કરવો, બીજીમાં ધ્યાન કરવું, ત્રીજીમાં નિદ્રાને અવકાશ આપવો, અને ચોથી પૌરુષીનો સમય થાય એટલે બીજાઓને
૧. મૂળ : કાસગં. શરીરની પ્રવૃત્તિ બંધ કરી ધ્યાનસ્થ થવું તે. તેને માટે પણ મૂળમાં, “સર્વ દુઃખમાંથી મુક્તિ અપાવનાર એવું વિશેષણ છે. જુઓ પાન ૧૭૯, ૧૨મો ગુણ.
૨. અરિહંત, સિદ્ધ વગેરેને “નમોસ્તુણું” કહી નમસ્કાર, કરવારૂપી સ્તુતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org