________________
૨ ૭
ગળિયો બળદ ગર્ગ નામે એક શાસ્ત્રજ્ઞ આચાર્ય હતા. પિતાના કુશિયોથી કંટાળી, તે એક વાર વિચાર કરવા લાગ્યા :
(સારા બળદવાળા) વાહનમાં બેસીને જનાર વટેમાર્ગ જેમ વિષમ જંગલ પણ પાર કરી જાય છે, તે પ્રમાણે (શુભ) યોગરૂપી વાહનમાં બેસનાર સંસારને ઓળંગી જાય છે. પરંતુ, જેના વાહનમાં ગળિયે બળદ જોડે હોય છે, તે તેને મારી મારીને થાકી જાય છે, અને તેનો પરોણો પણ ભાગી જાય છે – કેટલાક હાંકેડુ તો તેને પૂછડે બટકું
૧. મૂળમાં તેમને માટે સ્થવિર (વડીલ – વૃદ્ધ સાધુ), અને ગણધર (ગણ – ગચ્છના આધિપતિ), એ વિશેષણો વધારે છે. ગર્ગ નામ ઘણું જૂનું છે. બ્રાહ્મણ ગ્રંથોના કાળમાં પણ તે સુપ્રસિદ્ધ હતું. જૈન ગ્રંથમાં સામાન્ય રીતે ગર્ગ, કપિલ વગેરે નામ નથી આવતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org