________________
૧૪૮ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ (બ્રાહ્મણો થઈ શકે છે, તે ગુણે જ્ઞાની પુરુષોએ વર્ણવેલા છે. તે ગુણવાળા તથા સર્વ કર્મોથી રહિત એવા પુરુષને અમે બ્રાહ્મણ કહીએ છીએ. એવા ગુણવાળા શ્રેષ્ઠ બ્રાહ્મણે જ પોતાનો કે બીજાનો ઉદ્ધાર કરવાને સમર્થ છે.” [૩૦-૫]
આ પ્રકારે પિતાને સંશય દૂર થયા બાદ, વિજયઘોષ બ્રાહ્મણે મહામુનિ જયેષને ઓળખ્યા; તથા સંતુષ્ટ થઈ, હાથ જોડી તેમને કહ્યું: “સાચું બ્રાહ્મણત્વ શું છે તે તમે મને બરાબર સમજાવ્યું; તમે જ સાચા યજ્ઞ કરનારા છો; તમે જ સાચા વેદવિત છે, તથા જ્યોતિષાંગને જાણનારા છે; તમે જ ધર્મને પાર પામેલા છે; અને તમે જ બીજાનો તેમજ પિતાનો ઉદ્ધાર કરવા સમર્થ છો; માટે હે ભિક્ષુએઝ ! તમે અમારા ઉપર કૃપા કરી આ ભિક્ષા ગ્રહણ કરો!' [૩૬-૩
એટલે જયેષે કહ્યું, “હે બ્રાહ્મણ! મારે ભિક્ષાની જરૂર નથી; પરંતુ તું જલદી સંસારમાંથી નીકળી જા ! ભયરૂપી ભમરીઓવાળા આ ઘોર સંસારસાગરમાં ભટકવા ન કર! ભોગમાં કર્મનું બંધને છે; જે અભેગી છે, તે બંધાતો નથી. ભોગી સંસારમાં ભમે છે અને અભેગી તેમાંથી મુક્ત થાય છે. માટીને ભીનો ગાળો ભીંત ઉપર ચોટી જાય છે; પરંતુ વિરક્ત પુરુષો સૂકા ગોળાની પેઠે ચેટતા નથી.” [૪૦-૩]
પછી જયષ મુનિ પાસે ઉત્તમ ધર્મ સાંભળીને વિજયષે પ્રવજ્યા લીધી; અને તે બંને સંયમ તથા
1. સંજ્ઞાનન્તો તચે તંતુ પાઠ પ્રમાણે. જુઓ નિરચાવલી, પર૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org