________________
૧૨૮ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ રૂપમાં વૈશ્નમણુ જેવો હોય, કે લલિત વિલાસમાં નલકુબેર જે હોય, કે સાક્ષાત ઈદ્ર હોય, તે પણ હું તને ન ઈચ્છું. હે કામી ! જીવતો રહીને તું વમેલી વસ્તુ પીવા ઈચ્છે છે તેના કરતાં તારું મરણ શ્રેય છે. તારા યશને ધિક્કાર છે ! હું ભોજરાજનાર કુળમાં જન્મી છું, અને તે અંધકવૃષ્ણિના કુળમાં જન્મેલા છે. આવાં ઉત્તમ કુળમાં જન્મેલાં આપણે ગંધન સર્ષક જેવાં રખે થઈએ! જે જે સ્ત્રીને તું જુએ, તેના પ્રત્યે જે તું આવો ભાવ કરે, તો પવનથી કંપતા હ૮ નામના વૃક્ષની પેઠે તું અસ્થિરાત્મા બની જાય. પછી, લેકાની ગાયો ચરાવવા લઈ જનાર ગાવાળ તે ગાયને, કે કઈ ભાડૂત ભાડે આણેલી ચીજનો જેમ માલિક થઈ શકતો નથી, તેમ તું પણ શ્રમણપણાનો અધિકારી નહિ થઈ શકે. માટે તું સ્થિર થા અને સંયમમાં સ્થિત થા. [૩૯-૪૫]
૧. વૈશ્રમણ એટલે કુબેર અને નલકુબર તે તેને પુત્ર.
૨. મૂળમાં “ ભેગરાજ ” છે. પરંતુ રથનેમિની બાબતમાં તેના દાદા અંધકવૃષ્યિનું નામ રામતીએ લીધું છે, તેમ પોતાની બાબતમાં પણ પોતાના દાદા ભેજનું જ નામ લીધું હોય એમ બનવા જોગ છે. ઉપરાંત સમુદ્રવિજય તેના બાપના નામથી જ ઓળખાતો, તેમ ઉગ્રસેન પણ તેના બાપના નામથી જ ઓળખાતા હોય એમ બને. વિષ્ણુપુરાણમાં ઉગ્રસેનના પુત્ર કંસને પણ ભેજરાજ કહ્યું છે. ભોગ લોકો માટે જુઓ પા. ૮૬, ટિ. ૨.
૩. વંશાવળી માટે જુઓ પા. ૧૩૦, ટિ. નં. ૨.
૪. સાપ બે પ્રકારના કહેવાય છે : ગંધન અને અગંધન. ગંધન સાપ પતે ઓકેલું ઝેર પાછું ચૂસી લે છે, જ્યારે અગંધન મરી જાય તો પણ તેમ કરતો નથી.
૫. જુઓ દશવૈકાલિક ૨,૭-૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org