________________
૧૨૭
૨૨ : રથનેમિ હવે, રાજીમતી રૈવતક પર્વત ઉપર જતી હતી તે વખતે મુશળધાર વરસાદ વરસવાથી ભીંજાઈને તે એક અંધારી ગુફામાં પેસી ગઈ. ત્યાં પિતાનાં ભીનાં વસ્ત્ર શરીર ઉપરથી ઉતારી તેણે પહોળાં કર્યાં. અરિષ્ટનેમિને માટે ભાઈ રથનેમિ પ્રવજિત થઈ તે ગુફામાં જ ધ્યાન કરતો હતો. રાજમતીને એકાંતમાં વસ્ત્રરહિત દશામાં જોતાં તેનું મન ચલિત થયું. એટલામાં રાજીમતીએ પણ તેને દેખ્યો. તેને જોઈ, ભયગ્રસ્ત રાજીમતી છાતી ઉપર હાથ ઢાંકી, કંપતી નીચે બેસી ગઈ. રથનેમિએ તેને કહ્યું : હે સુરૂપે ! હે ચારુભાષિણી ! હું રથનેમિ છું. હે સુતનુ ! તું મારે સ્વીકાર કર, તને કશી હરકત આવશે નહિ. આપણે ભોગ ભોગવીએ. મનુષ્યપણું દુર્લભ છે. ભુક્તભોગી થઈને ફરી પાછાં આપણે જિનમાર્ગનું આચરણ કરીશું. [૩૨-૮]
સાધનાનો ઉત્સાહ જેનો ભાગી ગયેલ છે એવા તથા વાસનાથી હારેલા રથનેમિનું આવું કહેવું સાંભળી, હિંમત હારી જવાને બદલે પિતાની જાત, કુલ અને શીલ સાચવતી રાજીમતીએ પિતા ઉપર કાબૂ રાખીને તેને કહ્યું : “ભલેને તું ત્યારે રાજીમતીએ તેને કહ્યું કે, તો પછી તારા ભાઈ એ ઓકેલી મને મેળવવા તું શા માટે પ્રયત્ન કરે છે ?
બીજી બાજુ, દીક્ષા લીધા બાદ ચોપનમે દિવસે અરિષ્ટનેમિને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તે ખબર જાણી, કૃષ્ણ, બળભદ્ર, રાજમતી વગેરે બધાં તેમનાં દર્શને ગયા. તેમનો ઉપદેશ સાંભળી રથનેમિ, રાજમતી વગેરે અનેક સ્ત્રીપુરુષોએ તેમની પાસેથી દીક્ષા લીધી.
૧. ટીકાની કથા એમ જણાવે છે કે, “એક વખત, અરિષ્ટનેમિનાં દર્શન કરવા રામતી રેવતાક પર્વત ઉપર જતી હતી ત્યારે . . .”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org