________________
૧૪૦
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ આવશ્યક હોય એવાં નિર્દોષ સાધનો સાવધાનતાપૂર્વક મેળવવાં તે એષણાસમિતિ. ૪. વસ્તુમાત્રને જોઈ-તપાસીને લેવા-મૂકવી તે આદાન (નિક્ષેપ) સમિતિ. ૫. જ્યાં જંતુઓ ન હોય ત્યાં જોઈ-તપાસીને અનુપયોગી વસ્તુઓ નાંખવી તે ઉચ્ચારસમિતિ.
૧. વિવેકપૂર્વક શારીરિક વ્યાપારનું નિયમન કરવું તે કાયમુસિ. ૨. વિવેકપૂર્વક વાણુનું નિયમન કરવું તે વાગુપ્તિ. ૩. દુષ્ટ સંકલ્પનો ત્યાગ કરો અને સારા સંકલ્પ સેવવા એ મને ગુપ્તિ. [૨]
તેમનું સવિશેષ વર્ણન નીચે પ્રમાણે છે :
૧. ઈસમિતિ : સંયમી ભિક્ષુએ આલંબન, કાલ, માગ અને યતના એ ચારે બાબતોમાં દોષરહિત રહીને ચાલવાની ક્રિયા કરવી. આલંબન એટલે હેતુ અથવા પ્રયેાજન : ભિક્ષુએ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ પ્રયોજનાને અર્થે ચાલવાની ક્રિયા કરવી. કાળ એટલે સમય : ભિક્ષુએ દિવસને વખતે જ જવું આવવું. માર્ગ એટલે રસ્તો : ભિક્ષુએ ઉન્માર્ગ છેડીને સીધે માર્ગે જવું-આવવું. યતના એટલે પ્રયત્નના ચાર પ્રકાર છે: દ્રવ્યને લગતી, ક્ષેત્રને લગતો, કાળને લગતો અને ભાવને લગતો. આંખ વડે જોઈને ચાલવું તે પ્રથમ; યુગપ્રમાણ એટલે કે સાડા ત્રણ હાથ જેટલી જગા આગળથી જેતાજોતા ચાલવું તે બીજે; જેટલો વખત ચાલે તેટલો બધો જ વખત એ ત્રીજે; અને સાવધાન રહીને ચાલવું એ ચોથા પ્રયત્ન છે. ટૂંકમાં, ઈકિયેના વિષયને, તેમજ પાંચ પ્રકારના
૧. જુઓ આગળ પાન ૧૮૧, ૧૯-૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org