________________
- ર૩: કેશી-ગૌતમ સંવાદ
૧૩૪ પહેરવાની છૂટવાળે પાનો આચારવિધિ કે ? એક જ કાર્ય માટે પ્રવર્તેલા એ બેમાં આવો તફાવત પડવાનું કારણ શું? [૯-૧૩]
શિષ્યના મનનો આવો વિતર્ક જાણી, કશી અને ગૌતમ બંનેએ પરસ્પર મળવાને નિશ્ચય કર્યો. પાર્શ્વનાથની પરંપરાને (મહાવીર) પહેલાંની હોવાથી વડીલ જાણી,
ગાયોગ્ય સમજનાર ગૌતમ પોતે હિંદુક વનમાં આવ્યા. કેશીકુમારે પણ તેમને આવેલા જાણી, તેમનો યથાયોગ્ય સત્કાર કર્યો, તથા નિર્જીવ અને નિર્દોષ એવાં પરાળ, દાભ વગેરે તેમને બેસવા માટે આપ્યાં. [૧૪-૭]
તે વખતે બીજા સંપ્રદાયના પણ ઘણા સાધુઓ તથા ગૃહસ્થ કૌતુકથી ત્યાં ભેગા થયા. પછી, કેશીએ ગૌતમને કહ્યું : હે મહાભાગ! હું કાંઈ પૂછવા માગું છું. એટલે ગૌતમે જવાબ આપ્યો, “હે ભદન્તર! આપની મરજી મુજબ પૂછો.”
ત્યારે કેશીએ પૂછયું : વર્ધમાન અને પાર્શ્વનાથ બંને એક જ કાર્ય માટે પ્રવર્તેલા હોવા છતાં, એકે ચાર વ્રત ઉપદેશ્યાં અને બીજાએ પાંચ ઉપદેશ્યાં, એનું કારણ શું ? [૧૮-૨૪]
ગૌતમે જવાબ આપ્યો: પ્રજ્ઞા વડે જ ધર્મતત્વનો નિશ્ચય કરી શકાય છે. શરૂઆતના મુનિઓ “ઋજુ જડ” એટલે કે સરળ પણ જડ હતા; તેથી તેમને ધર્મ સમજવો મુશ્કેલ હતો. અને
૧. મૂળમાં, “પરાળે અને પાંચમું દાભડ્રણ” એમ છે. શાળા, વ્રીહિ, કોદરા અને રાળકનાં ચાર પરાળ છે; તે તથા દાભડ્રણ મળી તૃણુ પંચક કહેવાય છે.
૨. મૂળમાં, પૂજ્ય એવા અર્થનો “સંત” શબ્દ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org