________________
૨૩: કેશી-ગૌતમ સંવાદ
૧૩૫ સાધનો છે; અને તે બાબતમાં તો બંને તીર્થકરે એકમત છે. બાહ્ય વેષ વગેરેનું પ્રયોજન તો એટલું જ છે કે, તેના વડે લોકોને ખબર પડે (કે આ સાધુ કયા પંથનો છે); તથા સાધુને પિતાને સંયમનિર્વાહમાં તે ઉપયોગી થાય; તેમજ (પતે અમુક ધર્મનો છે એવું તેને ભાન રહે.” [૩૧-૩]
એ સાંભળી કેશીએ કહ્યું, “હે ગૌતમ તમારી પ્રજ્ઞા સુંદર છે; મારા બંને સંશય દૂર થઈ ગયા. હવે હું જે બીજું કહું તેના ઉકેલ આપો.૧ હે ગૌતમ! હજારે શત્રુઓની વચમાં તમે ઊભા છે અને તેઓ તમારા ઉપર હુમલો કરે છે. તેમને તમે શી રીતે જીત્યા? [૩૪-૫]
ગૌતમ : એકને જીતવાથી પાંચ જિતાયા; પાંચને જીતવાથી દસ જિતાયા; અને એ દસને જીતવાથી બધા જિતાઈ ગયા. [૩૬]
કેશી : એ શત્રુઓ તે ક્યાં ?
ગૌતમ : નહિ જિતાયેલો આત્મા એ એક શત્રુ છે. તેમાં ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર ઉમેરતાં પાંચ થયા. અને તેમાં પાંચ કિ ઉમેરતાં દશ થયા. શાસ્ત્રમાં કહ્યા અનુસાર તે દશને જીતીને, હે મુનિ ! હું બધા શત્રુઓની વચ્ચે નચિંત થઈ વિચારું છું. [૩૮]
૧. મૂળમાં તો અહીં પણ, “હવે મારા બીજા સંશયને જવાબ આપો” એમ છે. પરંતુ અહીંથી આગળ કશી સિદ્ધાંતભેદ વિષે કશી શંકા નથી પૂછતા; પરંતુ જેન સિદ્ધાંતોને જ સમસ્યા કે ફૂટની રીતે રજૂ કરે છે અને ગૌતમ તેનો ઉકેલ આપે છે. જાણે શ્રોતાવર્ગને એમ સૂચિત ન કરતા હોય કે, મૂળ સિદ્ધાંતોમાં બંને તીર્થકરોમાં કશો તફાવત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org