________________
‘૧૨૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ
ઉગ્રસેને કેશવનું માથું કબૂલ રાખ્યું. પછી, અરિષ્ટનેમિને બધી ઔષધિઓથી સ્નાન કરાવી, કૌતુક અને મંગળ થી યુક્ત કરી, વસ્ત્રાભૂષણથી વિભૂષિત કરી તથા વાસુદેવના મોટા ગંધહસ્તી ઉપર બેસાડી બધા વિવાહમંડપ તરફ ચાલ્યા. [૮-૧૩]
ત્યાં જતાં અરિષ્ટનેમિએ વાડામાં અને પાંજરામાં પૂરેલાં અને ભયથી કંપતાં પ્રાણુઓ જોયાં. તેમને જોઈ તેમણે પોતાના સારથિને પૂછ્યું: આ બધાં પ્રાણીઓને શા માટે આમ પૂરવામાં આવ્યાં છે ? સારથિએ જવાબ આપ્યો : તમારા વિવાહોત્સવમાં આવેલાં માણસના ભોજન માટે. [૧૪-૭].
આ સાંભળી જીવો પ્રત્યે દયાવૃત્તિ રાખનાર અરિષ્ટનેમિનું દિલ દુભાયું. તેમણે વિચાર કર્યો કે મારા વિવાહ નિમિત્તે આ બધા જે હણાય, તો તે મારે માટે પરલેકમાં કલ્યાણરૂપ નહિ થાય. [૧૮-૯]
પછી તેમણે પિતાનાં આભૂષણે ઉતારી (પિતાને ચેતવ્યા બદલ) સારથિને આપી દીધાં. તથા આગળ વધવાને બદલે તે ઘેર જ પાછા ફર્યા. પછી સંસારનો ત્યાગ કરવાની ઇચ્છાથી
૧. રાત્રે કુસ્વમાદિક આવ્યાં હોય તેમના નિવારણ અર્થે તેમજ શુભ શુકનને અર્થે કરાતા વિધિ.
૨. ઉત્તમ જતિને હાથી. તેના ગંધમાત્રથી સામાન્ય હાથીઓ ભાગી જાય છે.
૩. ૧૦મા લેકમાં હાથીએ બેસીને જવાની વાત છે. પછીના શ્લોકમાં જાણે રથમાં બેઠા હોય તેવા ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org