________________
૨૨
રથનેમિ શૌર્યપુર નામે નગરમાં વાસુદેવ, સમુદ્રવિજય વગેરે દશ દશાહર ભાઈઓ રહેતા હતા. સૌથી નાના વસુદેવને રોહિણ અને દેવકી નામની બે રાણીઓ હતી તથા તે દરેકથી તેમને અનુક્રમે રામ અને કેશવ નામના બે પુત્ર થયા હતા. સૌથી મોટા સમુદ્રવિજયને શિવા નામની રાણીથી
૧. ૨૨ મા તીર્થંકર અરિષ્ટનેમિનું જન્મસ્થાન. શિકોહાબાદથી ૭ કેશ ઉપર જમના નદીને કાંઠે આવેલું છે. જોકે, આ અધ્યયનને પ્રસંગ દ્વારિકામાં બન્યો છે, તે ૨૧-૩ વગેરે લોકે ઉપરથી જણાય છે. જુઓ ૫, ૧૨૩, નોંધ ૪.
૨. દશાહે યદુના વંશમાંથી ઉતરી આવેલા યાદવો જ હતાં. વંશાવળી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૨, પા. ૧૩૦.
૩. ટીકાકાર જણાવે છે કે, ખરી રીતે વસુદેવને ૭૨૦૦૦ રાણીઓ હતી. પરંતુ અહીં બેની જ જરૂર હોવાથી બેને જ ઉલ્લેખ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org