________________
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ નિમિત્તશાસ્ત્ર,૧ મંત્રતંત્ર અને ઈદ્રજાળ વગેરે પાપમાર્ગોથી, આજીવિકા ચલાવે છે; અગ્નિની પેઠે સર્વભક્ષી થઈને પિતાને માટે ખાસ ખરીદાયેલો કનોતરાથી નિયત થયેલો એ કઈ પણ પ્રકારને દોષિત આહારેય છોડતા નથી; તથા આમ કુરરીની પેઠે ભેગ અને રસમાં આસક્ત થઈ શક કરતા આ લોકમાં પણ પરિતાપ પામે છે અને અહીંથી રવીને પણ સંસારમાં જ રખડ્યા કરે છે. [૪૫,૪૭,૫૦]
એવા માણસો પોલી મૂઠી જેવા અસાર છે; છાપ વિનાના બાટા સિક્કા જેવા કિંમત વિનાના છે; અને વૈડૂર્યમણિની પેઠે ચળકતા કાચ જેવા નકામાં છે. જ્ઞાનીઓમાં તેમની કશી કિંમત નથી. તેઓ માત્ર જીવિકા માટે ઋષિનાં ચિહ્નો ધારણ કરીને ફરે છે, પરંતુ વાસ્તવિક રીતે તેઓ કુશીલ અને અસંયત હોય છે. [૪૨-૩]
૧. ધરતીકંપ, ઉલ્કાપાત, ધૂમકેતુનું દર્શન વગેરે નિમિત્તે ઉપરથી શુભાશુભ કહેવાની વિદ્યા.
૨. મૂળમાં “કૌતૂહલ” શબ્દ છે. એટલે કે, પુત્રાદિ પ્રાપ્ત થાય તે માટે નાન, હોમ, ઔષધ વગેરે બતાવવાં તે.
૩. મૂળમાં “ કહેવિદ્યા’ શબ્દ છે.
૪. જૈન સાધુ અચાનક જઈ ને ગૃહસ્થને ઘેર ઊભો રહે અને ત્યાંથી જે વધ્યુંઘટયું મને તેનાથી નિર્વાહ ચલાવે, એવો વિધિ છે. પિતાને નિમિત્ત તૈયાર થયેલો કે આણેલો આહાર સ્વીકારવાનો તેને નિષેધ છે. કારણ કે, તેથી તે હિંસાદિ પાપને ભાગી થાય છે.
૫. જુઓ ૧૪-૪૬, પા. ૮૨, ત્યાં કુરર છે. “તે જેમ માસની લાલચથી જાળમાં બંધાઈ પારધીના હાથમાં તરફડે છે તેમ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org