________________
૨૦ : અનાથતા
૧૧૭ જેવી રીતે પીધેલું કાળફૂટ વિષ માણસને હણે છે, તથા ખોટી રીતે પકડેલું શસ્ત્ર પકડનારનું જ ઘાતક નીવડે છે, તેવી રીતે વિષયભેગ ત્યાખ્યા વિનાને ધર્મ, વશમાં ન આવેલા વેતાલની માફક, નુકસાનકારક જ નીવડે છે. ગળું કાપનાર શત્રુ પણ જેવું નુકસાન નથી કરતો, તેવું નુકસાન તે દુરાચારી લોક પિતે જાતે પોતાની દુરાત્મતાથી કરે છે. તે માણસોનો નગ્ન વેશ (એટલે કે, સાધુપણું ) વ્યર્થ છે; તે માણસો અગત્યની બાબતોમાં જ અવળા ચાલે છે, તે લોકોનો આ લોક પણ સિદ્ધ નથી થતો કે પરલોક પણ સિદ્ધ નથી થતો. દુરશીલ અને હંમેશાં દુ:ખપૂર્ણ એવા છે કે એક અંધારામાંથી બીજા અંધારામાં . આથડડ્યા કરે છે; તથા અંતે નરક તથા તિર્યચનિરૂપી દુર્ગતિને પામે છે. દયાવિહાણ તે અસાધુઓ મૃત્યુ સમયે ઘણે પસ્તાવો કરે છે, પરંતુ તે વખતે કોઈ તેમનું શરણ થતું નથી. [૪પ-૯]
માટે બુદ્ધિમાન પુરુષ જ્ઞાનગુણથી યુક્ત, ચતુર્થ પુરુષાર્થરૂપ મોક્ષના તબોધને લગતું, અને સારી રીતે કહેવાયલું મહાશાસ્ત્ર જેવું આ અનુશાસન સાંભળીને, કુશલોના માર્ગને છેડી, મહાનિગ્રંથને માર્ગે જ ચાલે. ચારિત્ર અને આચારના ગુણેથી યુક્ત થઈને ઉત્તમ સંયમ પાળનારે અને કર્મોને નાશ કરી નિરાસવ થયેલે પુરુષ જ વિપુલ, ઉત્તમ અને ધ્રુવ પદને પામે છે. [૧-૨]
૧. ૧૬,૧૩માં (પાન ૮૦) તાલપુટ’ હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org