________________
૧૮: સંયત રાજા મુનિને નમસ્કાર કરી, પોતે અજાણમાં કરેલા અપરાધની ક્ષમા માગવા લાગ્યો. [૪-૮]
પ્રથમ તો ધ્યાનમાં બેઠેલા તે મુનિએ રાજાને કાંઈ જવાબ ન આપે. તેથી વધુ ગભરાઈ તે રાજા મુનિને પિતાનું એાળખાણ આપતા કહેવા લાગે : “હે ભગવન્! હું સંયત રાજા છું. આપ મને જવાબ આપે. ક્રોધ પામેલા મુનિએ પોતાના તેજથી કરોડો માણસોને પણ બાળી નાખે છે, એમ મેં સાંભળ્યું છે.” [૯-૧૦]
આ સાંભળી મુનિએ રાજાને જવાબ આપ્યો : “હે રાજા ! તું નિર્ભય થા. તથા તે જ પ્રમાણે બીજાં પ્રાણીઓને પણ અભય આપનારે થા. તું જે મૃત્યુના ભયથી ઉઠેગ પામી આમ ક્ષમાપના કરે છે, તે જ મૃત્યુ તરફ તું બીજાં પ્રાણીઓને શા માટે ધકેલે છે? આ અનિત્ય જીવનમાં સુખની ઈચ્છાથી માણસે શા માટે બીજા પ્રાણાની હિંસા કરવી જોઈએ ? દરેકને મરણ આવવાનું જ છે. તો પછી વીજળીના ઝબકારા જેવા જીવિતમાં કે તેનાં સુખમાં આસક્તિ શી ? પિત પ્રિય માનેલાં સુખ કે સ્ત્રી પુત્ર, તથા સંબંધીઓ વગેરે સુખનાં સાધનો મર્યા બાદ સાથે આવતાં નથી. ઊલટું, મરેલા પિતાને પુત્ર અને મરેલા પુત્રને પિતા ઘર બહાર કાઢે છે. પછી તે માણસે પેદા કરેલા દ્રવ્યથી અલંકૃત થઈ, પરપુરુષે તેણે સાચવેલી સ્ત્રીઓ સાથે હષ્ટ અને તુષ્ટ થઈ ક્રીડા કરે છે. પરંતુ, પેલે માણસ તો પોતે કરેલાં શુભાશુભ કર્મો સાથે જ પરલોકમાં જાય છે.” [૧૧-૭]
૧. મૂળમાં “રૂપમાં” એટલે કે, રૂપ વગેરે વિષયમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org