________________
૧૯ઃ મૃગાપુત્ર
ટિપ્પણ ટિ૫ણ ન. ૧. ટીકાકારના જણાવ્યા પ્રમાણે ત્રાયન્નિશ દેવોનું બીજું નામ જ ગુન્ધક છે. જૈન પ્રક્રિયામાં દેના ઇંદ્ર વગેરે ૧૦ વગે પાડેલા છે. ઇદ્ર એ સ્વામી છે; ત્રાયશ્ચિંશ દે મંત્રી અથવા પુરોહિતનું કામ કરે છે, અને તેમને ઇંદ્ર પણ પૂજ્ય માને છે. આત્મરક્ષક દેવ શસ્ત્ર વડે રક્ષા કરે છે; લોકપાલ સરહદની રક્ષા કરે છે; અનીક દેવ સૈનિક કે સેનાધિપતિનું કામ કરે છે; આભિયોગ્ય દેવ દાસનું કામ કરે છે; કિત્વિષિક દેવો
ત્યજ જેવા છે ઇ . વધુ માટે જુઓ “તત્ત્વાર્થસૂત્ર” (વિદ્યાપીઠ) ૪-૪, ૫. ૧૭પ.
ટિ૫ણ ન. ૨. મૂળમાં જે નરક-વર્ણન છે, તે ટૂંકાવી નાખ્યું છે. પરંતુ બીજા ધર્મોનાં નરકવર્ણન સાથે તુલના કરવા માટે અહીં એટલું જણાવી લેવું બસ થશે કે, આ વર્ણનમાં વજવાલુકા અને કદબવાલુકા નામની નદીઓની પગ ચીરી નાખે તેવી રેતીનિ, વૈતરણી નદીનાં અસ્ત્રાની ધાર જેવાં તીણ પાણીન, અસિપત્ર વનનાં તરવારની ધારવાળાં પાનને, કાંટાવાળા ઊંચા શાલ્મલીક્ષને તથા તપાવેલા રનો ઉલ્લેખ છે. એક જગાએ એમ પણ જણાવ્યું છે કે, “મને રુધિર અને માંસ બહુ પ્રિય હતાં તેથી મને મારું જ માંસ તોડી તેડીને ખવરાવવામાં આવતું તથા ઊકળતું લોહી, ચરબી કે ધાતુના રસ પાવામાં આવતા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org