________________
૨૦: અનાથના
૧૧૩ મારી ચિકિત્સા કરી, પણ તેઓ મને તે દુ:ખમાંથી મુક્ત કરી શક્યા નહિ. એ મારી અનાથતા છે. [૨૨-૩]
“મારે માટે મારો પિતા પિતાનું બધું ધન આપી દેવા તૈયાર હતો, પરંતુ મને દુઃખમુક્ત કરી શક્યો નહિ – એ મારી અનાથતા છે. પુત્રશોકથી વ્યાકુળ એવી મારી માતા પણ મને દુઃખમાંથી મુક્ત કરી શકી નહિ-એ મારી અનાથતા છે. મારા મેટા અને નાના ભાઈ એ તથા મારી મોટી અને નાની બહેનો પણ મને દુઃખમાંથી મુક્ત કરી શક્યાં નહિ –એ મારી અનાથતા છે. મારામાં અનુરાગવાળી તથા મને જ અનુસરનારી મારી સ્ત્રી ખાનપાન, સ્નાન, ગંધમાલ્ય અને વિલેપનનો ત્યાગ કરી, અશુપૂર્ણ ને મારી પાસે જ બેસી રહેતી, એક ક્ષણ પણ મારાથી અળગી થતી નહોતી; છતાં તે પણ મારા દુઃખમાંથી મને મુક્ત કરી શકી નહિ–એ મારી અનાથતા છે. [૨૪-૩૦]
ત્યારે મને વિચાર આવ્યો કે, અંત વિનાના આ સંસારમાં વારંવાર આવી વેદનાઓ અવશપણે ભગવ્યા કરવી એ બહુ આકરું છે. માટે હું જે આ વિપુલ વેદનાથી એક વાર પણ છૂટો થાઉં, તો તરત બધાનો ત્યાગ કરી પ્રત્રજ્યા લઉં અને જન્મમરણના સંસારચક્રમાંથી મુક્તિ સાધું. આ વિચાર કરતો હું રાત્રે સુઈ ગયો અને સવારે ઊઠડ્યો ત્યાં તો મારી બધી વેદના દૂર થઈ ગઈ. તેથી ગઈ કાલે સવારે જ મારાં સગાંવહાલાંની અનુજ્ઞાથી હું સાધુ થયે છું. હવે હું અનાથ મટી, ભારે તેમજ બીજાં પણ સ્થાવરજંગમ પ્રાણુઓનો નાથ થયો છું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org