________________
૨૦ : અનાથતા
યુક્ત હોઈ, નંદનવન જેવું મનરમ હતું. ત્યાં તેણે એક સુકુમાર સાધુને ઝાડ નીચે સમાધિમાં બેઠેલા જોયા. તેમની સુખચિત નાની અવસ્થા તથા સુંદર આકૃતિ, અને છતાં મુનિશ દેખી, રાજાને અત્યંત કુહલ થયું. તેથી તેણે તેમના ચરણમાં નમસ્કાર કરી, તેમની પ્રદક્ષિણા કરી; તથા બહુ દૂર નહિ તેમજ બહુ નજીક પણ નહિ એવી રીતે બેસી, હાથ જોડી તેમને પૂછ્યું :
“હે આ ! તમારી અવસ્થા તરૂણ છે, છતાં આ ભેગકાળમાં જ તમે શા કારણથી પ્રવજિત થયા છે, તે કૃપા કરીને મને કહે. અને તે સાંભળવાની બહુ ઈચ્છા છે.” [૧-૮]
મુનિએ કહ્યું : “હે મહારાજ ! હું અનાથ છું; મારે કિઈ નાથ નથી; મારા ઉપર અનુકંપા રાખે તેવું કેાઈ મને મળ્યું નહિ, તેથી હું સાધુ થયો છું.” [૯]
આ સાંભળી શ્રેણિક રાજા હસીને બેલ્યો :
(ગુણ અને રૂપની) આટલી ઋદ્ધિ તમારી પાસે હોવા છતાં, કોઈ તમારે નાથ ન હોય એમ કેમ બને? ભલે, હું તમારે નાથ થાઉં છું. હવે સગાંસંબંધીથી યુક્ત થઈ તમે ઉત્તમ એવા માનષિક કામગ ભેગ; કારણકે મનુષ્યપણું બહુ દુર્લભ છે.” [૧૦-૧]
આ સાંભળી મુનિએ કહ્યું: “હે રાજા! તું પોતે જ અનાથ છે; તો પછી બીજાને નાથ શી રીતે થવાને હતો ?” [૧]
પોતે કોઈ દિવસ નહિ સાંભળેલું એવું તેનું વચન સાંભળી, નવાઈ પામી શ્રેણિક રાજા બેઃ “મારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org